Western Times News

Gujarati News

રિયા સાક્ષીઓ પ્રભાવિત કરી રહી છેઃ સુશાંતના પિતાનો આરોપ

પટણા, અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર આજે બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહેે સુપ્રીમ કોર્ટ માં જવાબ દાખલ કર્યો છે. તેમના જવાબમાં સુશાંતના પિતાએ આરોપ લગાવ્યા કે રિયા સાક્ષીઓ પ્રભાવિત કરી રહી છે.
તેમણે કહ્યું કે, રિયા ચક્રવર્તી દ્વારા દાખલ અરજી પ્રભાવહીન છે. કેમ કે, હવે આ મામલે તપાસ સીબીઆઇ કરી રહી છે. તેમણે કહ્યું કે, તેમના નિવેદન અને વીડિયોમાં જ્યારે રિયા પોતે સુશાંત કેસની તપાસ સીબીઆઇથી કરવાની માંગ કરી ચુકી છે, તો હવે સીબીઆઇ તપાસને ટાળવી કેમ? બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી તેને ટાળી દીધી છે. રિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ૧૧ ઓગસ્ટના થશે.

આ પણ વાંચોઃ

https://westerntimesnews.in/news/62079

સુશાંત કેસમાં અભિનેતાના પિતાએ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપ અંતર્ગત બિહારમાં એફઆઇઆર નોંધાવી હતી. જેને રિયાએ મુંબઇ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ તેના આગામી દિવસ સુશાંતના પિતાએ રિયાની અરજી વિરૂધ સુપ્રીમ કોર્ટમાં કેવિટ અરજી દાખલ કરી હતી.  આ અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટથી અપલી કરી હતી કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોર્ટ રિયાની અરજી પર કોઇ ર્નિણય ના સંભળાવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.