રિલાયન્સની માર્કેટકેપ 14 લાખ કરોડ રૂપિયાને પાર, શેરમાં થયો આટલા ટકાનો વધારો
નવી દિલ્હી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બજાર મૂડી શુક્રવારે કારોબાર દરમિયાન 14 લાખ કરોડ રૂપિયાના આંકને પાર કરી ગઈ છે. કારોબાર દરમિયાન કંપનીના શેરમાર્કેટમાં 4 ટકાનો વધારો સાથે તે પોતાના સર્વકાલિન ઉચ્ચસ્તરે પહોંચી ગઈ છે. કપંનીનો શેર બજારમાં મૂડી રોકાણ 53821 કરોડ રૂપિયા છે. આ રીતે કંપનીનું કુલ બજાર વેલ્યુ હવે 14,07,854.41 કરોડ રૂપિયા થઈ ગયું છે. બીએસઈમાં દેશની સૌથી મૂલ્યવાન કંપનીનો શેર 4.32 ટકાના વધારા સાથે 2149.70 રૂપિયા પર પહોંચી ગયો છે. આ તેનો સર્વકાલિન ઉચ્ચ સ્કોર છે. એનાથી બીએસઈમાં કંપનીનું બજારમૂલ્ય 1354033.41 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર 4.47 ટકાના વધારા સાથે પોતાના સર્વકાલિન ઉચ્ચસ્તર 2149.90 રૂપિયા પર પહોંચી ગયો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સંપૂર્ણ રીતે કર્જમુક્ત થઈ ગઈ અને જીઓ પ્લેટફોર્મ પર ફેસબુક અને ગુગલ જેવી દિગ્ગજ કંપનીઓના મોટા ઈન્વેસ્ટમેન્ટથી શેરબજારમાં રિલાયન્સ મોટી છલાંગ લગાવી રહ્યો છે. રિલાયન્સે વિશ્વની 50 પ્રમુખ કંપનીઓમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.