રિલાયન્સે ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, ૧૦ સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે
મુંબઇ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૪મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશીપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. નવો સ્માર્ટફોન જિયો અને ગૂગલના ફિચર્સ અને એપ્સની સાથે લેન્સ હશે. એન્ડ્રોઈડ બેઝડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિયો અને ગૂગલે મળીને તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેની કિંમત ખૂબ જ વ્યાજબી હશે અને ૧૦ સપ્ટેમ્બરથી ગણેશ ચુતર્થી તેનુ વેચાણ શરૂ થશે. અંબાણીએ કહ્યું કે દેશને ૨ય્થી મુક્ત અને ૫ય્ યુક્ત બનાવવાનું અમારુ લક્ષ્ય છે.
જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં સારો કેમેરો અને એન્ડ્રાઈડ અપડેટ પણ મળશે. ફુલ્લી ફિચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે. જાેકે આ ફોનની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
એક્સપર્ટ્સનું માનવું છે કે તેની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવશે. જિયો-ગૂગલનો એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ ગેમ ચેન્જર હશે. તે એવા ૩૦ કરોડ લોકોની જીંદગી બદલી શકે છે, જેના હાથમાં હાલ પણ ૨ય્ મોબાઈલ સેટ છે. સારી સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને વ્યાજબી ભાવ ધરાવતો જિયો-ગૂગલનો નવો સ્માર્ટફોન કરોડો નવા ગ્રાહકોથી રિલાયન્સ જિયોની ઝોળી ભરી શકે છે.
તેમણે કહ્યું આપણો કારોબાર અને બિઝનેસ અગાઉની એન્યુઅલ જનરલ મીટિંગની સરખામણીએ આશા કરતા વધુ વધ્યો છે. જાેકે અમને જે વસ્તુથી વધુ ખુશી મળી તે છે રિલાયન્સની માનવ સેવા. કોરોનાના મુશ્કેલી સમયમાં રિલાયન્સે આ કામ કર્યું. કોરોનાના સમયમાં અમારા રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની જેમ ડ્યુટી નિભાવી. અમને વિશ્વાસ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા આ પ્રયાસને અમારા સંસ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે. આ પહેલા કોરોનામાં પોતાનોજીવ ગુમાવનારા રિલાયન્સના કર્મચારીઓ માટે મુકેશ અંબાણીએ એક મિનિટનું મૌન રાખ્યું.
મુકેશ અંબાણીએ કહ્યું કે અમારા દાદા અમારી સાથે હોત તો ગર્વ મહેસુસ કરે છે. આ જ તે રિલાયન્સ છે, જે તેઓ હમેશા દેખવા માંગતા હતા, જ્યાં દરેક વ્યક્તિ જરૂરિયાતમંદ માટે પોતાનું સંપૂર્ણ યોગદા આપે. અમે અમારા સમુદાય અને દેશની સેવામાં લાગેલા રહીએ છીએ. જિયો ઈન્સ્ટીટ્યુટ નવા મુંબઈ કેમ્પસમાં આ વર્ષથી એકેડેમિક સેશનની શરૂઆત કરશે.મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. તેની કુલ રેવન્યુ ૫.૪૦ લાખ કરોડ રૂપિયા છે.
દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં યોગદાન સારુ રહ્યું છે. મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં ૬.૮ ટકા હિસ્સો રહ્યો છે. ૭૫ હજાર નવા રોજગાર આપ્યા. રિલાયન્સ જિયોએ સમગ્ર વર્ષ દરમિયાન ૩.૭૯ કરોડ નવા ગ્રાહકોને જાેડ્યા. તે ૪૨.૫ કરોડ ગ્રાહકોને સેવા આપે છે. તે દેશના ૨૨ સર્કલમાંથી ૧૯ સર્કલમાં રેવન્યુની રીતે લીડર છે. રિટેલ શેર ધારકોએ એક વર્ષમાં રાઈટ ઈશ્યુથી ૪ ગણા રિટર્નની કમાણી કરી છે.
અમારો ઓઈલ ટુ કેમિકલ બિઝનેસ ઈકોનોમીમાં ઘટાડાને કારણે પડકારોનો સામનો કરતો રહ્યો. હાલ પણ ગ્લોબલ લેવલે રિલાયન્સ એકમાત્ર કંપની છે જે સંપૂર્ણ ક્ષમતાની સાથે પોતાનું ઓપરેશન ચલાવી રહી છે અને દરેક ત્રિમાસિકમાં નફો કમાઈ રહી છે.
રિલાયન્સ રિટેલ સતત સંગઠિત સેક્ટરમાં લીડરશીપની પોઝિશનમાં છે. તેના જે આગામી કોમ્પિટિટર છે, તેની સરખામણીમાં તે ૬ ગણી મોટી છે. અમે ગ્રોસરીથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને અપૈરલમાં લીડર છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે નેટ ડેટ ફ્રી બેલેન્સશીટને માર્ચ ૨૦૨૧ પહેલા જ પુરી કરી લીધી. અમારુ લક્ષ્ય માર્ચ ૨૦૨૧ સુધીનું હતું. તેને બે વર્ષ પહેલા જ પુરો કરવામાં આવ્યો. ૫.૪ લાખ કરોડ રૂપિયાની કન્સોલિડેટેડ રેવન્યુ જનરેટ કરી. ૫૩૭૩૯ કરોડ રૂપિયાનો નફો થયો, જે ગત વર્ષથી લગભગ ૩૯ ટકા વધુ છે
૧૦૭ દેશમાં ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કર્યું. જ્યારે ૭૫૦૦૦ લોકોને રોજગારી આપી. રિલાયન્સે ગત ફાઈનાન્શિયલ વર્ષમાં ૨૧૦૪૪ કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી આપી. ૮૫૩૦૬ કરોડ રૂપિયાનો ય્જી્ અને વેટ આપ્યો. ૩૨૧૬ કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ આપ્યો. ૩,૨૪,૪૩૨ કરોડ રૂપિયાની કેપિટલ એકત્રિત કરી. રિટેલ ઈન્વેસ્ટર્સને રાઈટ ઈશ્યુથી ૧ વર્ષમાં ૪ ગણુ રિટર્ન મળ્યું.