રિલાયન્સ અને બીપીએ ભારતના KG D6 બ્લોકમાં બીજા નવા ડીપવોટર ગેસ ફિલ્ડમાં ઉત્પાદનનો પ્રારંભ કર્યો
– કોવિડ-19ના પડકારો વચ્ચે નિયમ સમય કરતાં બે મહિના વહેલો પ્રારંભ કર્યો
– ત્રણ ગેસફિલ્ડની શ્રેણીમાં બીજા ફિલ્ડમાં ઉત્પાદન શરૂ થતાં ભારતની ગેસ માગની 15 ટકા પૂર્તિ કરવાની ધારણા
મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી દ્વારા આજે ભારતના પૂર્વીય દરિયા કિનારે આવેલા KG D6 બ્લોકમાં આવેલા સેટેલાઇટ ક્લસ્ટર ગેસ ફિલ્ડમાં ઉત્પાદન શરૂ કર્યાની જાહેરાત કરી છે.
KG D6 બ્લોક – આર ક્લસ્ટર, સેટેલાઇટ ક્લસ્ટર અને એમજે એમ દરિયાના ઊંડાણમાં ત્રણ સ્થળે ગેસના ઉત્પાદન માટે RIL અને બીપી સઘન પ્રયાસો કરી રહ્યા છે, અહીંથી વર્ષ 2023 સુધીમાં 30 mmscmd (1 બિલિયન ક્યૂબિક ફીટ પ્રતિ દિવસ) ગેસ પ્રાપ્ત થવાની સંભાવના છે, જે ભારતની ગેસ માગના 15 ટકાની આપૂર્તિ કરે તેવી ધારણા છે. આ ગેસ સંશોધન માટે KG D6 બ્લોકમાં પ્રવર્તમાન માળખાગત સુવિધાઓનો જ ઉપયોગ કરવામાં આવશે. આ બ્લોકમાં RIL 66.67 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે બીપીનો હિસ્સો 33.33 ટકા છે.
ગત ડિસેમ્બર 2020માં આર ક્લસ્ટરમાં ગેસનું ઉત્પાદન શરૂ કર્યા બાદ કુલ ત્રણ સ્થળોએ ગેસ મેળવવાની શ્રેણીમાં સેટેલાઇટ ક્લસ્ટર દ્વિતિય સ્થળ છે જ્યાંથી ગેસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ સ્થળેથી ગેસનું ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક વર્ષ 2021ના મધ્યભાગમાં નક્કી કરવામાં આવ્યો હતો. ભારતના પૂર્વીય દરિયાકાંઠે કર્ણાટકમાં આવેલા ટર્મિનલથી 60 કિલોમીટર દૂર આ ગેસ ફિલ્ડ આવેલું છે, જે દરિયામાં 1850 મીટર ઊંડાણમાં છે.
આ ગેસ ફિલ્ડમાં કુલ પાંચ કુવા આવેલા છે જેમાંના ચારમાંથી ઉત્પાદન થશે અને તેમાંથી કુલ 6 mmscmd જેટલું ગેસ ઉત્પાદન થાય તેવી ધારણા છે. આર ક્લસ્ટર અને સેટેલાઇટ ક્લસ્ટર બંને મળીને ભારતની કુલ ગેસ માગની 20 ટકા જેટલી આપૂર્તિ કરે તેવી સંભાવના છે. KG D6માં ત્રીજા સ્થળે એટલે કે એમજેમાંથી ગેસનું ઉત્પાદન વર્ષ 2022ના ઉત્તરાર્ધમાં શરૂ થાય તેવી શક્યતા છે.