રિલાયન્સ ઈન્ડ.ના ધનરાજ નથવાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ અને દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના વાઇસ ચેરમેન શ્રી ધનરાજભાઇ નથવાણીએ ગ્રુપ સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, તત્કાલ મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા શ્રી ધનરાજભાઇ નથવાણીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.