Western Times News

Gujarati News

રિલાયન્સ ફાઉન્ડેશનની ભારતમાં NBA સફળ પાર્ટનરશિપનાં 6 વર્ષની ઉજવણી

મુંબઈમુંબઈમાં એનએસસીઆઈ ડોમમાં એનબીએની (NSCI Dom NBA, Mumbai) સૌપ્રથમ ઐતિહાસિક મેચ યોજાઈ હતી, જેમાં 10થી 16 વર્ષનાં બાસ્કેટબોલ (Basket ball) પ્રેમી છોકરાઓ અને છોકરીઓએ એમની મનપસંદ ટીમો ઇન્ડિયાનાં પેસર્સ અને સેક્રામેન્ટો કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચની મજા માણી હતી અને પસંદગીની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

રિલાયન્સ ફાઉન્ડેશનની ભારતમાં એનબીએ સાથે 6 વર્ષની સફળ પાર્ટનરશિપનાં ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર એનબીએ (Reliance Foundation Junior NBA Programme) પ્રોગ્રામનું પ્રતિનિધિત્વ કરતાં બાળકોને ભારતમાં આયોજિત આ પ્રથમ મેચ જોવા નીતા અંબાણીએ (Nita Ambani, RIL) ખાસ આમંત્રણ આપ્યું હતું. આ રમત જોવી અને એનબીએનાં રોમાંચનાં સાક્ષી બનવું આ બાળકો માટે વિશિષ્ટ તક હતી.

આ વર્ષો દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર એનબીએએ 11 મિલિયન બાળકોના જીવનને અસર કરી છે અને ભારતનાં 20 રાજ્યોમાં 34 શહેરોમાં 10,000 કોચને તાલીમ આપી છે.

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ (Reliance Foundation chairperson Nita Ambani) કહ્યું હતું કે, “ભારતને ખરાં અર્થમાં મલ્ટિ-સ્પોર્ટ્સ દેશ બનાવવો મારું સ્વપ્ન છે.

ભારતમાં એનબીએની અત્યાર સુધીની સૌપ્રથમ મેચનું આયોજન કરીને રિલાયન્સ ફાઉન્ડેશન આનંદ અનુભવે છે. હું અમારાં જૂનિયર એનબીએ પ્રોગ્રામમાં સામેલ આ અદભૂત અને યુવાન બાસ્કેટબોલર્સ સાથે એનબીએ પાર્ટનરશિપનાં 6 વર્ષની ઉજવણીનો આનંદ વહેંચવાની અલગ પ્રકારની ખુશી પણ અનુભવું છું.

બાળકોમાં શિક્ષણ અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું મારું મિશન છે અને મને આશા છે કે, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ટોચ પર પહોંચશે.”

આ પ્રસંગે એનબીએ કમિશનર એડમ સિલ્વરે ભારતમાં બાસ્કેટબોલને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનનાં પ્રદાનની પ્રશંસા કરી હતી અને તેમણે આ માટે ભારતમાં એનબીએનાં પ્રતીક સ્વરૂપે ‘ફર્સ્ટ’ મેચ બોલની ભેટ શ્રીમતી નીતા અંબાણીને ધરી હતી. એનબીએની ટીમો બે પ્રી-સિઝન ગેમ રમવા ભારત આવી છે. ઇન્ડિયાના પેસર્સનાં માયલિસ ટર્નર અને સેક્રેમેન્ટો કિંગ્સનાં ડી આરોન સાથે શ્રીમતી અંબાણી અને એડમ સિલ્વરે ભારતમાં પ્રથમ એનબીએ ગેમનું આયોજન કરવાનાં પ્રતીક સ્વરૂપે એનબીએ ગેમનાં અધિકારીઓને મેચ બોલ સુપરત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.