રિલાયન્સ રીટેલ વેન્ચર્સ હવે જસ્ટ ડાયલમાં 40.98 ટકા હિસ્સો ધરાવે છે
મુંબઈ, જસ્ટ ડાયલમાં અંકુશાત્મક હિસ્સો મેળવવા અંગે જુલાઈ 16, 2021ની અખબારી યાદીના અનુસંધાને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (આર.આઇ.વી.એલ.) દ્વારા સેબી ટેકઓવર રેગ્યુલેશન્સ અન્વયે સપ્ટેમ્બર 1, 2021થી એકાધિકાર અંકુશ મેળવ્યો છે.
a) જુલાઈ 20,2021ના રોજ, આર.આર.વી.એલ.એ જસ્ટ ડાયલના રૂ. 10ની વેલ્યુના 1.31 કરોડ ઇક્વિટી શેર રૂ. 1,020 પ્રતિ શેરના ભાવથી શ્રી વી.એસ.એસ.મણી પાસેથી બ્લોક વિન્ડો ફેસીલિટીનો ઉપયોગ કરીને સ્ટોક એક્સચેન્જમાંથી ખરીદ્યા હતા. આ ખરીદી જસ્ટ ડાયલના પોસ્ટ-પ્રેફરેન્શ્યલ ઇશ્યુ પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના 15.63 ટકા જેટલી હતી.
b) સપ્ટેમ્બર 1,2021ના રોજ, જસ્ટ ડાયલે, પ્રેફરેન્શ્યલ ઇશ્યુ અંતર્ગત, રૂ. 10ની વેલ્યુના 2.12 કરોડ ઇક્વિટી શેર રૂ. 1022.25 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 1012.25ના પ્રિમિયમ સહિત) આર.આર.વી.એલ.ને ફાળવ્યા, જે જસ્ટ ડાયલના પોસ્ટ-પ્રેફરેન્શ્યલ ઇશ્યુ પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના 25.35 ટકા થાય છે.