Western Times News

Gujarati News

રિલાયન્સ સોડિયમ-આયન બેટરી ટેકનોલોજી ધરાવતી અગ્રણી વૈશ્વિક કંપની ખરીદશે

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર UK ની ફેરાડિયન લિમિટેડને હસ્તગત કરશે-ઉચ્ચ ઘનતા પ્રદાન કરતી, ટકાઉ અને સ્પર્ધાત્મક કિંમત ધરાવતી બેટરીની ટેકનોલોજી

ભારતને સ્વચ્છ ઊર્જા આધારિત વીજળી અને પરિવહન તરફ લઈ જવા માટેનો માર્ગ સરળ અને ઝડપી બનાવવો એ રિલાયન્સની મૂળભૂત વ્યૂહરચના

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (“RNESL”) 100 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય સાથે ફેરાડિયન લિમિટેડ (“Faradion”) માં 100% શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટે નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત, RNESL વ્યાવસાયિક ગતિવિધિ શરૂ કરવા માટે 25 મિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ પણ કરશે. Reliance New Energy Solar to acquire Faradion for 100 m pounds. Faradion provides access to high density, sustainable & competitive cost battery tech

યુકેમાં શેફિલ્ડ અને ઓક્સફોર્ડ સ્થિત આ કંપની અને તેની સોડિયમ-આયન બેટરી ટેક્નોલોજીની પેટન્ટ સાથે, ફેરાડિયન અગ્રણી વૈશ્વિક બેટરી ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. તે સોડિયમ-આયન ટેક્નોલોજીના વિવિધ પાસાઓને આવરી લેતો સ્પર્ધાત્મક રીતે શ્રેષ્ઠ, વ્યૂહાત્મક, વિસ્તૃત અને વ્યાપક IP પોર્ટફોલિયો ધરાવે છે.

ફેરાડિયનની સોડિયમ-આયન ટેક્નોલોજી વૈકલ્પિક બેટરી ટેક્નોલોજીની સરખામણીમાં નોંધપાત્ર ફાયદાઓ આપે છે, ખાસ કરીને લિથિયમ-આયન અને લીડ એસિડ, જેમાં નીચે મુજબના ફાયદાઓનો સમાવેશ થાય છે:

ટકાઉપણું – કોબાલ્ટ, લિથિયમ, કોપર અથવા ગ્રેફાઇટ પર કોઈ પ્રકારનું અવલંબન અને તેનો ઉપયોગ નહીં. સોડિયમ એ પૃથ્વી પર ઉપલબ્ધ પર છઠ્ઠું સૌથી વધુ વિપુલ તત્વ છે. ઝીરો-વોલ્ટ સલામત પરિવહન અને સંગ્રહ ક્ષમતા ધરાવતી પેટન્ટ.
ઓછી કિંમત – આ ટેક્નોલોજી ધરાવતી બેટરીની કિંમત લીડ-એસિડ સાથે સરળતાથી કરી શકાય, એ સાથે જ આગળ જતાં કિંમતોમાં વધુ ઘટાડો પણ શક્ય છે.

સ્કેલેબિલિટી – હાલ ઉપલબ્ધ લિથિયમ-આયન મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જ ઉપયોગ કરે છે અને આ પદ્ધતિ પહેલાથી જ બહુવિધ વ્યાપારી ઉત્પાદક ભાગીદારો થકી સાબિત થયેલી છે. પર્ફોર્મન્સ – લિથિયમ-આયન ફોસ્ફેટની સમકક્ષ ઊર્જા ઘનતા અને -30℃ થી +60℃ની વિસ્તૃત ઓપરેટિંગ તાપમાન શ્રેણી સાથે.

ઝડપી ચાર્જિંગ અને ડિસચાર્જ ક્ષમતા. આ બધું એક આવનારી પેઢી માટે, ઉચ્ચ ઘનતા સાથે, સલામત, ટકાઉ અને ઓછા ખર્ચે ઊર્જા સંગ્રહ ટેકનોલોજીના સોલ્યુશન ઓફર કરે છે.

રિલાયન્સ ભારતના જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ પ્રોજેક્ટમાં તેની સૂચિત સંપૂર્ણ સંકલિત ઊર્જા સંગ્રહ ગીગા ફેક્ટરીમાં ફેરાડિયનની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

આ હસ્તાંતરણ વિશે બોલતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે ફેરાડિયન અને તેની અનુભવી ટીમનું રિલાયન્સ પરિવારમાં સ્વાગત કરીએ છીએ. સૌથી અદ્યતન અને સંકલિત નવી ઉર્જા ઇકોસિસ્ટમ બનાવવાની અમારી મહત્વાકાંક્ષાને આ હસ્તાંતરણ વધુ મજબૂત કરશે તથા તેના નિર્માણમાં યોગદાન આપશે

અને ભારતને અગ્રણી બેટરી ટેકનોલોજીમાં મોખરે લઈ આવશે. ફેરાડિયન દ્વારા વિકસિત સોડિયમ-આયન ટેક્નોલોજી વૈશ્વિક સ્તરે અગ્રણી ઊર્જા સંગ્રહ અને બેટરી સોલ્યુશન પ્રદાન કરે છે જે સલામત, ટકાઉ, ઉચ્ચ ઊર્જા ઘનતા પ્રદાન કરે છે અને નોંધપાત્ર રીતે સ્પર્ધાત્મક છે. વધુમાં, તેમાં મોબિલિટીથી લઈને ગ્રીડ સ્કેલ સ્ટોરેજ અને બેક-અપ પાવર સુધીના વ્યાપક ઉપયોગની એપ્લિકેશનો છે.”

“સૌથી મહત્વપૂર્ણ, તે સોડિયમનો ઉપયોગ કરે છે, જે તેની વિશાળ નવીનીકરણીય ઊર્જા અને ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગના બજાર માટે ભારતની ઊર્જા સંગ્રહની જરૂરિયાતોને સુરક્ષિત કરશે. અમે ફેરાડિયન મેનેજમેન્ટ સાથે કામ કરીશું અને ભારતમાં ઈન્ટિગ્રેટેડ અને એન્ડ-ટુ-એન્ડ ગીગા સ્કેલ મેન્યુફેક્ચરિંગ દ્વારા ટેક્નોલોજીનું વ્યાપારીકરણ કરવાની તેની યોજનાઓને વેગ આપીશું.

અમારું માનવું છે કે આ અમારા દ્વારા લેવાયેલા ઘણા પગલાઓમાંનું એક હશે જે ભારતના EV મોબિલિટી અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વિકાસ અને તેનું રૂપાંતર કરનારા અમારા ભારતીય ભાગીદારો માટે મોટા પાયે ઊર્જા સંગ્રહની જરૂરિયાતોને સક્ષમ કરશે, વેગ આપશે અને સુરક્ષિત કરશે.”

ફેરાડિયનના સીઈઓ શ્રી જેમ્સ ક્વિને પણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “ફેરાડિયન સોડિયમ-આયન બેટરી ટેક્નોલોજીને ચેમ્પિયન બનાવનાર પ્રથમ પૈકીની એક કંપની છે. રિલાયન્સ ઝડપથી વિસ્તરતા ભારતીય બજારમાં ફેરાડિયનના વિકાસને સમર્થન આપવા અને વૈશ્વિક ઊર્જા બજારના પરિવર્તનને સંયુક્ત રીતે ઝડપી બનાવવા માટે શ્રેષ્ઠ ભાગીદાર છે.

રિલાયન્સ જૂથનો ભાગ બનવું એ સોડિયમ-આયન ટેક્નોલોજીને આગળ વધારવામાં અમારી ટીમે કરેલા અવિશ્વસનીય કાર્યને માન્યતા પ્રદાન કરે છે. રિલાયન્સ સાથે મળીને, ફેરાડિયન ભારતમાં અને વૈશ્વિક સ્તરે બ્રિટિશ નવીનતા લાવી શકે છે,  કારણ કે વિશ્વ વધુ ને વધુ લિથિયમથી આગળના વિકલ્પનો તરફ નજર દોડાવી રહ્યું છે. નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન માટેના ભારતના અભિયાનનો હિસ્સો બનવા અમે આતુર છીએ.”

ડૉ. ક્રિસ રાઈટ, અધ્યક્ષ અને સહ-સ્થાપક, ફેરાડિયન, જણાવ્યું હતું કે, “ડૉ. જેરી બાર્કર, અશ્વિન કુમારસ્વામી અને મેં 2010માં સોડિયમ-આયન ટેક્નોલોજી વિકસાવવા અને તેને બજારમાં લાવવા માટે મર્સિયા એસેટ મેનેજમેન્ટના ભંડોળ સાથે ફેરાડિયનની સ્થાપના કરી હતી.

રિલાયન્સ સાથેનો આ સોદો ફેરાડિયનની સોડિયમ-આયન બેટરીને આગામી દાયકાઓ સુધી સસ્તી, સ્વચ્છ, વધુ ટકાઉ ઊર્જા માટે વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાના અભિન્ન અંગ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરે છે.”

આ વ્યવહાર માટે રિલાયન્સ તરફે લિન્કલેસ્ટર એલએલપી કાયદાકીય સલાહકાર અને અર્ન્સ્ટ એન્ડ યંગ અકાઉન્ટિંગ અને ટેક્સ બાબતોના સલાહકાર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.