રિલેશનશીપમાં રહેવા માટે તૈયાર જ નથી: કેટરીના કેફ
મુંબઇ, કેટરીના કેફ પાસે હાલમાં કેટલાક મોટા પ્રોજેક્ટ છે. તેનુ કહેવુ છે કે તે હવે રિલેશનશીપમાં આવવા માટે તૈયાર નથી. રણબીર કપુર સાથે ઘણા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ બંને અલગ થઇ ચુક્યા છે. રણબીર કપુર હાલમાં આલિયા ભટ્ટની સાથે દેખાઇ રહ્યો છે. સલમાન ખાનની સાથે તે ભારત ફિલ્મમાં હાલમાં નજરે પડી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. તેની કેમિસ્ટ્રી સલમાન ખાન સાથે ફરી સારી દેખાઇ હતી.
જો કે કેટરીના કેફ હજુ સારી પટકથા વાળી ફિલ્મો ધરાવે છે.હાલમાં તેની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી છે. જેમાં મોટી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો સમાવેશ થાય છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ ફ્લોપ રહી છે.કે ટરીના કેફ પાસે અન્ય બે મોટી ફિલ્મો પણ હાથમાં છે. જેમાં રાજનીતિ-૨ ફિલ્મમાં પણ તે કામ કરનાર છે. મુળભૂત ફિલ્મમાં પણ તે જ હતી. જેમાં તેની સાથે રણબીર કપુર, અર્જુન રામપાલ, અજય દેવગન અને મનોજ વાજપેયીની ભૂમિકા હતી. ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વર્ગમાં આની ચર્ચા જાવા મળી રહી હતી.
જો કે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. કેટરીના કેફનુ નામ સલમાન, આદિત્ય રોય કપુર, સિદ્ધાર્થ મલહોત્રાની સાથે જાડાયો હતો. વર્ષ ૨૦૧૩માં તે બોલિવુડમાં આવી હતી. તે ડાન્સ અને હિન્દી ભાષામાં સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. તેની મહેનતને કારણે તેને આ સફળતા હાથ લાગી છે.કેટરીના કેફ સૌથી પહેલા સલમાન ખાનની સાથે સંબંધના કારણે ચર્ચામાં આવી હતી. સલમાન ખાન સાથે સંબંધના કારણે જ તેની કેરિયર પણ બોલિવુડમાં પહેલા આગળ વધી હતી. ત્રણેય ખાન સાથે તેની ફિલ્મોના લીધે તે સ્ટાર બની ગઇ હતી.