રિવરફ્રન્ટ ખાતે અમૂલદ્વારા પેટ બોટલ્સને તુરત જ કચડી નાખવાની રિવર્સ વેન્ડીંગ મશીન મુકાયું
અમદાવાદ, ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા અમૂલે, રિલાયન્સનાસહયોગથી રિવરફ્રન્ટ પાર્લર, અમદાવાદ ખાતે રિવર્સ વેન્ડીંગ મશીન ગોઠવ્યું છે.
તાજેતરમાં આ મશીનનુ ઉદઘાટન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટીકનું રિસાયકલિંગ કરવા ઉપરાંતઆ મશીનના કારણે ગ્રાહકોમાં પ્લાસ્ટીકથી થતુ પ્રદૂષણ નિવારવા અંગે જાગૃતિ પેદા થશે. આ મશીન પેટ બોટલ્સને તુરત જ કચડી નાખવાની (crushing) ક્ષમતા ધરાવે છે, જેનાથી ગ્રાહકો માટે પેટ બોટલ્સનુ રિસાયકલીંગ કરવાનુ આસાન અને સુગમ બને છે.
પ્લાસ્ટીકને કચડી નાંખ્યા પછી બનાવેલા ગ્રેન્યુઅલ્સને રિસાયકલ કરીને ટી-શર્ટ, જેકેટ, બેગ વગેરે મૂલ્યવર્ધિત ચીજો બનાવી શકાય છે. સમાનપ્રકારે અમૂલ રિલાયન્સ સાથે મળીને અમદાવાદમાં વિવિધ સ્થળે આ પ્રકારનાં મશીન મુકવાનું આયોજન ધરાવે છે.