રિવરફ્રન્ટ જીવનથી હતાશ થનારા લોકો માટે સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો!!
નિષ્ફળતા, દેવું, પ્રેમસંબંધ, બેકારી, અસાધ્ય બીમારી અને એકલવાયા જીવનથી કંટાળીને લોકો મોતને વહાલું કરે છે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. દ્વારા આશરે રૂ.રપ૦૦ કરોડથી વધુના ખર્ચે નાગરિકોના આનંદ-પ્રમોદ માટે નદીના બંને કાંઠે સોહામણા રિવરફ્રન્ટનો વિકાસ કરાયો છે.
રિવરફ્રન્ટની નયનરમ્યતાનો સાંજ ઢળતાંની સાથે લોકો સપરિવાર આનંદ ઉઠાવે છે, પરંતુ આ સિક્કાની બીજી બાજુ બહુ જ ચોંકાવનારી છે, કેમ કે બપોરની સુમસામ વેળાએ કે પછી મોડી સાંજ બાદ રિવરફ્રન્ટ જીવનથી એક અથવા બીજા કારણોસર હતાશ થનારા લોકો માટે સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો છે.
મ્યુનિ. ફાયરબ્રિગેડના રિપોર્ટ મુજબ ગત તા.૧ એપ્રિલ- ર૦ર૧થી ૩૧ માર્ચ- ર૦રર સીુધીમાં રિવરફ્રન્ટના લોઅર પ્રોમોનોડથી નદીમાં ઝંપલાવીને કુલ ૧૩૦ લોકોએ આપઘાત કર્યો હતો અને ચાલુ નાણાકીય વર્ષ ર૦રર-ર૩ના એપ્રિલ-મે મહિનામાં વધુ ૩૧ લોકોએ આપઘાત કરતાં કુલ ૧૬૩ લોકોએ જીવનથી હારી જઈઅ નાસીપાસ થઈ મોતને વહાલું કર્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટની રમણીયતાની મહેક તો દેશભરમાં ફેલાઈ છે. નદીના પશ્ચિમ કાંઠે અને પૂર્વ કાંઠે લોકો માટે અનેક મનોરંજક પ્રવૃતિઓ ચાલતી હોઈ રિવરફ્રન્ટ લોકપ્રિય બન્યો છે તેમજ તંત્ર તેને હવે છેક ઈન્દિરાબ્રીજ સુધી લંબાવવા જઈ રહ્યું છે.
કમનસીબે તેના લોઅર પ્રોમોનોડથી નદીમાં પડતું મુકીને આપઘાત કરનારા વધ્યા હોઈ મ્યુનિ. ફાયરબ્રિગેડ ચિંતામાં ગરકાવ થયું છે. ધંધા-રોજગારમાં આવેલી વિશ્વવ્યાપી મંદીથી અનેક સાહસિકો-વેપારીઓ આર્થીક ભીંસમાં આવ્યા છે તેમના પર દેવાનો બોજાે વધી જવાથી લેણિયાતોના ત્રાસથી બચવા કેટલાક રિવરફ્રન્ટ પરથી નદીમાં છલાગ લગાવે છે.
યુવાવર્ગ માટેનો રિવરફ્રન્ટ લવ પોઈન્ટ બની ગયો છે. કેટલાંક યુગલ તો એકાંતનો લાભ લઈ વિકૃત હરકતો કરતા જાેવા મળે છે. પ્રેમીયુગલોની અવાંછનીય ક્રીડાથી પરિવાર સાથે આવનારાઓને છોભીલા થવું પડે છે. રિવરફ્રન્ટ પર સિકયોરિટી ગાર્ડ છે, પણ તે અપૂરતી સંખ્યા હોઈ પ્રેમીપંખીડા અનેકવાર ગેલમાં આવી જાય છે.
આની સાથે નાની-નાની બાબતમાં આપસી તકરાર પણ થાય છે તેમાંય લગ્નની હા-ના જાે ઉગ્ર સ્વરૂપમાં આવી જાય તો ક્ષણિક આવેકમાં આવીને યુવાહ્ય્દય નદીમાં ભૂસકો મારે છે. લગ્નબાહ્ય સંબંધો પણ સમાજમાં ફેલાતા જતા હોઈ તેના કારણે થતી આંટીઘુંટીને ઉકેલવામાં નિષ્ફળ ચીવડનારા આપઘાતનો માર્ગ પસંદ કરે છે.
ઘણાં લોકો વર્ષો જૂની ડાયાબિટિસ, હદયના રોગ, લિવર, ઘૂંટણની સમસ્યા, કેન્સર જેવા અસાધ્ય રોગથી પીડાતા હોય છે. દવાઓ પાછળ ખાસ્સો ખર્ચ કરવા છતાં તેમાંથી છૂટકારો ન મળવાથી કેટલાક કાયમી છૂટકારો મેળવવા નદીમાં ઝંપલાવે છે.
અનેક લોકો એકલાવયુ જીવન જીવીને ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને ડિપ્રેશનમાંથી ઉગરવાનો કોઈ રસ્તો ન મળતાં છેવટના ઉપાય તરીકે રિવરફ્રન્ટ આવીને મોતને ભેટે છે હવે તો સમાજમાં વિકૃત સંબંધોની પણ બોલબાલા વધી છે એટલે આવા વિકૃત માનસ ધરાવનારા પણ નદીમાં આશરો શોધે છે.
ખાસ તો યુવાવર્ગમાં બેકારીનું પ્રમાણ વધ્યું છે. કેટલાકને કોરોનાકાળ હજુ પણ નડી રહ્યો છે. તે સમયે જુની નોકરી છુટી ગઈ હોય અને નવી નોકરીમાં ઓછો પગાર જીવનમાં અનેક સમસ્યાઓ ઉભી કરતો હોય તો પણ યુવકો જિંદગીથી ખિન્ન થાય છે. કેટલીક વાર પરીક્ષા કરતા પરીક્ષાનો હાઉ વિદ્યાર્થી- વિદ્યાર્થિનીને ડરાવે છે એટલે પરિણામ આવે તે પહેલાુ હું તો નાપાસ જ થઈશ તેવી બીકમાં પણ આપઘાત કરી લેતા હોય છે. પરીક્ષામાં નાપાસ થનારા માટે પણ રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઈન્ટ બન્યો છે.