રિવરફ્રન્ટ પર પતરા લગાવીને રસ્તાને બંધ કરાયો
આગામી દિવસમાં ગણેશ વિસર્જન સાબરમતી નદીમાં ન કરે તે માટે કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પતરા લગાવીને રસ્તાને બંધ કરવામાં આવ્યો છે.
ગતવર્ષે વિધ્નહર્તા ગણપતિ દાદાની વિદાય માટે અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર તથા પોલીસ તંત્ર સજ્જ બન્યુ હતું. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સાબરમતી નદીના કિનારે ખાસ કુંડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ગણેશ વિસર્જન સાબરમતી નદીમાં કોઈ ન કરે તે માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે.