Western Times News

Gujarati News

રિવોલ્વર સાથે વીડિયો કેસમાં મહિલા પોલીસનું રાજીનામું

આગ્રા, ટીકટોક સ્ટાર તરીકે જાણીતી પોલીસકર્મી અલ્પીતા ચૌધરી તાજેતરમાં એક વીડિયોને કારણે વિવાદમાં આવી છે. આ મામલે અલ્પિતાએ સસ્પેડ થવાનો વારો આવ્યો છે. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી સામે આવ્યો છે. અહીં એક મહિલા પોલીસકર્મીને હાથમાં રિવોલ્વર સાથે ડાયલોગ્સ બોલવાની વીડિયો બનાવવાનું ભારે પડ્યું છે.

જાેકે, આ કેસમાં મહિલા સામે કોઈ પગલાં ભરવામાં આવે તો પહેલા જ તેણીએ સામેથી રાજીનામું ધરી દીધું છે. આગ્રાના એમએમ ગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં પ્રિયંકા મિશ્રા પોલીસ વર્દીમાં હાથમાં રિવોલ્વર સાથે નજરે પડે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે અને અમુક ડાયલોગ સાંભળવા મળી રહ્યા છે. આ ડાયલોગના શબ્દો છે, હરિયાણા અને પંજાબ તો ખાલી બદનામા છે, ક્યારેક ઉત્તર પ્રદેશ આવો.

રંગબાજી શું હોય છે અમે તમને જણાવીએ. આ વીડિયો બનાવનાર પ્રિયંકા મિશ્રાને પોલીસ મથકે લાઇન હાજર કરવાાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તેણીને ટ્રોલ કરવામાં આવી હતી. લોકો આ વીડિયો પર નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેના પગલે પ્રિયંકા મિશ્રાએ ડિપ્રેશનમાં આવીને એસએસપી મુનિરાજને રાજીનામું મોકલી આપ્યું હતું.

પ્રિયંકા મિશ્રાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણીના ફોલોઅર્સ વધવા લાગ્યા હતા. ફક્ત એક અઠવાડિયામાં જ તેણીના હજારો ફોલોઅર્સ થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક અઠવાડિયાની અંદર જ ૧૫ હજારથી વધારે ફોલોઅર્સ થઈ ગયા હતા. જાેકે, બાદમાં પ્રિયંકાએ વર્દીમાં બનાવેલા તમામ વીડિયો ડિલિટ કરી નાખ્યા હતા. જે બાદમાં તેણીએ સોશિયલ મીડિયા પર આવીને માફી પણ માંગી હતી. બીજી તરફ પોલીસ અધિકારીનું કહેવું છે કે પ્રિયંકાનું રાજીનામું આવ્યું છે, પરંતુ તેના પર કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.

મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરી ફરી વિવાદમાં આવી છે. પોલીસના યુનિફોર્મમાં અલ્પિતાએ રીલ્સ બનાવી હતી. એટલું જ નહીં આ રીલ તેણે બહુચરાજી મંદિરમાં બનાવી હતી છે. અલ્પિતા ચૌધરીનો આ વીડિયો વાયરલ થઈ જતા તે ફરી વિવાદમાં આવી છે. અગાઉ આવા વિવાદોના કારણે અલ્પિતા ચૌધરીને પોલીસ વિભાગે સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર પોલીસ યુનિફોર્મમાં વીડિયો બનાવતા તેણીને સસ્પેન્ડ કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.