રિસર્ચ : વધુ પડતા સ્માર્ટફોનના ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે
સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. કેનેડાના વૈજ્ઞાનિકો અનુસાર વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. ‘કેનેડિયન મેડિકલ એસોશિએશન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલાં રિસર્ચ મુજબ સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
‘ધ હોસ્પિટલ ઓફ સિક ચિલ્ડ્રન’ દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ મુજબ, પેરેન્ટ્સ અને ટીચર્સે સાથે મળીને સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોને દૂર કરવા માટે કોઈ વિકલ્પ શોધવાની જરૂર છે. રિસર્ચમાં બાળકોના સ્માર્ટફોનનો ઉપયોગ અને તેમનાં માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસારી વિશે અવલોકન કરવામાં આવ્યું હતું.
રિસર્ચમાં સોશિયલ મીડિયા બાળકોને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગથી ઊંઘ પર કેવી અસર પડે છે સહિત અનેક બાબતોનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોનો સ્વભાવ ચીડિયો બની જાય છે અને તેમનામાં તણાવનું જોખમ વધે છે.