Western Times News

Gujarati News

રિસેપ્શનમાં અંકિતા લોખંડેએ પતિ સાથે ગ્રાન્ડ એન્ટ્રી મારી

મુંબઈ, પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે અને બોયફ્રેન્ડ વિકી જૈને ૧૪મી ડિસેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. અંકિતા અને વિકીએ પરિવારના સભ્યો તેમજ મિત્રોની હાજરીમાં લગ્નજીવનના વચન લીધા હતા. લગ્ન બાદ કપલે ભવ્ય રિસેપ્શન પણ યોજ્યું હતું.

અંકિતા લોખંડે અને પતિ વિકી જૈને હાથમાં હાથ પરોવીને રિસેપ્શનમાં સુંદર એન્ટ્રી મારી હતી. ટ્રેડિશનલ આઉટફિટમાં બંને સુંદર લાગતા હતા. બ્રાઈડ હેવી રેડ સાડીમાં ગોર્જિયસ લાગી રહી હતી જ્યારે વિકી બ્લેક કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્રિટીએ શ્રીમાન અને શ્રીમતી જૈનના રિસેપ્શનમાં હાજરી આપી હતી.

જેમાં અનીતા હસનંદાની, મૃણાલ ઠાકુર, મુકેશ છાબરા, હિતેન તેજવાની, સંજીદા શૈખ, આશા નેગી, આરતી સિંહ, કરણવીર બોહરા, પત્ની ટીજે સિધુ, પૂજા બેનર્જી અને પતિ કુણાલ વર્મા, રાજ સિંહ અરોરા, એજાઝ ખાન, પવિત્રા પુનિયાનો સમાવેશ થાય છે. વેડિંગ રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જેમાંથી ઘણા સેલિબ્રિટી અંકિતા અને વિકી સાથે સેલ્ફી લેતા જાેવા મળી રહ્યા છે. તો કેટલાકે તે સુંદર સેલ્ફી પાછળ આખરે શું થયું હતું તેની ઝલક દેખાડી છે. રાજ સિંહ અરોરા અંકિતા લોખંડેનો સારો મિત્ર છે. તેણે દરેક ફંક્શનને ખૂબ એન્જાેય કર્યા હતા. અને કેટલાક વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યા હતા.

જેમાંથી એક વીડિયોમાં અંકિતાને જમતા પહેલા પણ નાચતી જાેઈ શકાય છે. અંકિતાની આ વાત રાજને ગમી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે બ્રાઈડ હોય તો આના જેવી. અંકિતા લોખંડે અને વિકી જૈન ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમના પ્રી-વેડિંગ ફંક્શન ૧૧મી ડિસેમ્બરથી શરૂ થયા હતા અને મંગળવારે રિસેપ્શન સાથે પૂરા થયા હતા.

અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન પણ પરિકથા સમાન હતા. વિકી જૈન વિન્ટેજ કારમાં જાન લઈને આવ્યો હતો તો અંકિતા લોખંડેની પણ ફિલ્મી અંદાજમાં એન્ટ્રી થઈ હતી. તેણે ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો જ્યારે વિકીએ ફ્લોરલ વર્કની સફેદ શેરવાની પહેરી હતી. બંનેના આઉટફિટ ફેમસ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.