રીંટોડા ગામ નજીક કારે બાઈકને અડફેટે લેતા વેજપુરના ૨૩ વર્ષીય યુવકનું મોત
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક સલામતી મહિનાની ઉજવણી જોરશોર થી થઇ રહી છે બીજીબાજુ જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી વાહનચાલકો ગફલતભરી રીતે વાહન હંકારી નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે
ભિલોડાના રીંટોડા ગામ નજીક કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ૨૩ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું અકસ્માતની ઘટનાના પગલે ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડાના વેજપુર ગામનો સિકંન્દર જગદીશભાઈ પાંડોર નામનો ૨૩ વર્ષીય યુવક બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યો હતો રીંટોડા ગામ નજીકથી પસર થતા સામેથી આવી રહેલ કારના ચાલકે કાર બેફિકરાઈ ભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અક્સ્માતની ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર મળે તે પહેલા પ્રાણ પંખેરું ઉડી જતા ભારે ચકચાર મચી હતી અકસ્માતની ઘાટનાના પગલે મૃતક યુવકના પરિવારજનો તાબડતોડ દવાખાને દોડી આવી ભારે રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી
અકસ્માતને પગલે બાઈક અને કારનો આગળનો ભાગનો કડૂચાલો વળી ગયો હતો અકસ્માત સર્જી કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો ભિલોડા પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી