Western Times News

Gujarati News

રીઅર એડમીરલ પુરવીર દાસ, NMએ ગુજરાત નવલ  એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ (FOGNA) તરીકે કાર્યભાર સંભાળ્યો

Ahmedabad,  રીઅર એડમીરલ પુરવીર દાસ, નૌસેના મેડલ વિજેતાએ ગુજરાત, દમણ અને દીવના નવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. 10 ફેબ્રુઆરી 2020ના રોજ ગુજરાત, દમણ અને દીવ નવલ એરિયાના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી સમારોહ પરેડ દરમિયાન તેમણે રીઅર એડમીરલ સંજય રોયે, વિશિષ્ટ સેના મેડલ પાસેથી ‘ચોથા’ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો.

ગુજરાત રાજ્ય વ્યૂહાત્મક સ્થળ તરીકે દેશમાં મોખરાનો દરિયાકાંઠો ધરાવતું હોવાથી નૌકાદળ તેને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. FOGNA ગુજરાત, દમણ અને દીવ નૌકાદળ વિસ્તારમાં થતી તમામ કામગીરીઓ માટે વેસ્ટર્ન નવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફને રિપોર્ટ કરવા માટે જવાબદાર છે.

રીઅર એડમીરલ પુરવીર દાસ, NM ખડકવાસલા ખાતે આવેલી નેશનલ ડિફેન્સ એકેડેમી; ગોવામાં આવેલી નવલ કોલેજ; લંડનમાં આવેલી કિંગ્સ કોલેજ અને નવી દિલ્હીમાં આવેલી નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે મીડશીપમેન તરીકે ચીફ ઓફ નવલ સ્ટાફ ગોલ્ડ મેડલ, સબ લેફ્ટેનન્ટ તરીકે સ્વૉર્ડ ઓફ ઓનર અને રીસર્ચ પેપર માટે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સધર્ન નવલ કમાન્ડ ગોલ્ડ મેડલ અને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા બદલ નૌસેના મેડલ પ્રાપ્ત કર્યું છે.

પોતાની 30 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે દરિયામાં અને આંતરિક વિસ્તારોમાં સંખ્યાબંધ વિશેષજ્ઞ, સ્ટાફ અને ઓપરેશનલ નિયુક્તિઓ પર સેવા આપી છે. તેમણે ભારતીય નૌકાદળના જહાજ કોઝીકોડ, કોરા, શિવાલિક અને એરક્રાફ્ટ વાહક વિક્રમાદિત્યનું કમાન્ડિંગ કર્યું છે. વર્તમાન નિયુક્તિ પૂર્વે તેઓ ભારતના એકમાત્ર એરક્રાફ્ટ વાહક INS વિક્રમાદિત્યના કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.