રીક્ષાચાલકોની હડતાલથી અન્ય વાહન ચાલકોએ લુંટ ચલાવી
(પ્રતિનિધિ) અમદાવાદ : પશ્ચિમ રેલવે માટે સૌથી વધુ વ્યસ્ત અમદાવાદ રેલવે સ્ટેશન પર ર૪ કલાક પ્રવાસીઓની અવરજવર જાવા મળતી હોય છે અને મોટી માત્રામાં રીક્ષાઓ અને પ્રવાસી ટેક્ષીઓ પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશન પર જાવા મળતી હોય છે આજે ગુરૂવારે રીક્ષાચાલક એસોસીએશનની હડતાલના પગલે રેલવે સ્ટેશન પર રીક્ષાચાલકોની હડતાલના પગલે ખાનગી વાહનો જાવા મળતા હતા અને કેટલાક પ્રવાસી વાહન ચાલકો દ્વારા ચાલકોની હડતાલનો ગેરલાભ ઉઠાવી મો માંગ્યા દામ વસુલ કરતા જાવા મળતા હતા.
રીક્ષાચાલકોની હડતાલના પગલે સૌથી વધુ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હાલત કફોડી બની હતી આ ઉપરાંત નોકરિયાત વર્ગ તથા વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં બહારગામથી ભણવા અને નોકરી કરવા આવતા નાગરિકો રીક્ષાચાલકોની હડતાલના પગલે નિયત સમયે પોતાના સ્થળ પર પહોંચી નહી શકયા હોવાની અનેક ફરિયાદો મળી હતી
આ ઉપરાંત કેટલાક રીક્ષાચાલકોએ ઉંચુ ભાડુ વસુલ કર્યું હોવાનું પણ જાણવા મળી રહયું છે. રીક્ષાચાલક એસોસીએશને આપેલા હડતાલના એલાનની સૌથી વધુ અસર રેલવે સ્ટેશનો અને એસ.ટી. સ્ટેન્ડો પર જાવા મળતી હતી અમદાવાદ શહેરમાં મોટી માત્રામાં બહારગામથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે.
આ ઉપરાંત અપડાઉન કરતા કર્મચારીઓથી સવારે રેલવે સ્ટેશન અને એસ.ટી. સ્ટેન્ડ પર ભારે ચહલપહલ જાવા મળતી હોય છે આ બંને સ્થળો પર રીક્ષાઓ ધમધમતી હોય છે પરંતુ આજે હડતાલના એલાનના પગલે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા બીજીબાજુ કેટલાક રીક્ષાચાલકોએ હડતાલનો વિરોધ કરી આજે પોતાની રીક્ષાઓ ચાલુ રાખી હતી અને આ રીક્ષાચાલકોએ પ્રવાસીઓ પાસેથી વધુ ભાડુ વસુલ કર્યું હતું.