રીક્ષાચાલકોની હડતાલના પગલે નારોલ રોડ પર પોલીસનું સતત પેટ્રોલીંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Hirawadi-1024x768.jpg)
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં રીક્ષાચાલકોની હડતાલના પગલે સવારથી જ કેટલાક વિસ્તારોમાં અરાજકર્તાનું વાતાવરણ સર્જાયુ હતું છેલ્લે રીક્ષાચાલકોની હડતાલ દરમિયાન હડતાલમાં નહી જાડાનાર રીક્ષાચાલકો પર હુમલા કરવામાં આવ્યા હતા અને બળબજરી પૂર્વક રીક્ષાઓ બંધ રખાવી હતી જેના પરિણામે પોલીસતંત્ર ગઈકાલ રાતથી જ એલર્ટ થઈ ગયું હતું અને આવી કોઈ ઘટના ન ઘટે તે માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવતુ હતું તેમ છતાં નારોલ રોડ પર કેટલીક રીક્ષાઓ ફરતી હોવાથી હડતાલમાં જાડાયેલા ચાલકોએ આવી રીક્ષાઓ બંધ કરાવવા માટે રસ્તા પર ઉતરી આવતા ઘર્ષણના સમાચાર પ્રાપ્ત થઈ રહયા છે.
આ ઉપરાંત ભીમજીપુરામાં પણ રીક્ષાચાલકોની હડતાલના પગલે ઘેરા પ્રત્યાઘાત પડયા હોવાનું જાણવા મળી રહયું છે.
અમદાવાદ શહેરમાં રીક્ષાચાલકોની આજની હડતાલને લઈ ગઈકાલથી જ મોટાભાગની રીક્ષાઓ પર રીક્ષા બંધના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારથી જ શહેરના નારોલ સહિતના વિસ્તારોમાં રીક્ષાઓ ફરતી જાવા મળી હતી જેના પરિણામે હડતાલમાં જાડાયેલા રીક્ષાચાલકો આ રીક્ષાઓ બંધ કરાવવા માટે નારોલ રોડ પર ઉભા રહી ગયા હતા.
આ દરમિયાનમાં પસાર થતી રીક્ષાઓને અટકાવી ત્યાં જ પ્રવાસીઓને નીચે ઉતારવામાં આવતા હોવાનું જાણવા મળી રહયું છે.
રીક્ષાચાલકોની હડતાલની અસર ધીમેધીમે વિસ્તરતી જતી હતી અને અન્ય વિસ્તારોમાં પણ રીક્ષાઓ બંધ થઈ ગઈ હતી જેના પરિણામે એએમટીએસ બસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જાવા મળતી હતો. નારોલ રોડ પર રીક્ષાચાલકો વચ્ચે થયેલી સામાન્ય ઘર્ષણની સ્થિતિના પગલે પોલીસતંત્ર એલર્ટ થઈ ગયુ હતું અને શટલ રીક્ષાથી ધમધમતા નારોલ નરોડા રોડ પર પોલીસ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.