રીચાર્જની લાલચ આપી રૂ.૩૪ લાખની છેતરપીંડી
થલતેજ રોડ પર ટેલિકોમ કંપનીના ડીસ્ટ્રીબ્યુટર પાસેથી રાજસ્થાનના પિતા-પુત્ર સાથે ૮ શખ્સોએ રૂપિયા પડાવી કંપની બંધ કરી દીધીઃ વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ |
અમદાવાદ: અમદાવાદ શહેરમાં સોશ્યલ મીડીયાના વધતા જતા વ્યાપને કારણે ટેલીફોન કંપનીઓના ડીસ્ટ્રીબ્યુટરોની ઠેર ઠેર ઓફિસો આવેલી છે. ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલી ગળાકાપ હરિફાઈને કારણે ગઠીયાઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. શહેરના વ†ાપુર વિસ્તારમાં આવો જ એક બનાવ બન્યો છે જેમાં ટેલિકોમ કંપનીને તમામ સુવિધા પૂરી પાડતી કંપનીના માલિકને રાજસ્થાનમાં રહેતા ૮ જેટલા ગઠીયાઓએ રીચાર્જના નામે લોભામણી લાલચો આપી રૂ.૩૪ લાખની છેતરપીંડી આચરતા વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા રાજસ્થાન પોલીસની પણ મદદ લેવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે સોશ્યલ મીડીયામાં વધતા જતાં વ્યાપને કારણે દેશભરમાં ટેલિકોમ કંપનીઓ અનેક સ્કીમો મુકીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ટેલિકોમ કંપનીઓ વચ્ચેની સ્પર્ધામાં ગ્રાહકોને વધુ લાભ મળે એ માટે પ્રયાસો કરવામાં આવતા હોય છે.
ટેલિકોમ કંપનીઓ તેમના ડીસ્ટ્રીબ્યુટરોને સતત નવા પ્લાનોની જાણ કરતા હોય છે. અમદાવાદ શહેરમાં પણ આવા અનેક ડીસ્ટ્રીબ્યુરો આવેલા છે. શહેરના થલતેજ ડ્રાઈવ ઈન રોડ ઉપર માયુશ માઈલસ્ટોન કોમ્પ્લેક્ષમાં ક્યુપીએસ સોલ્યુશન નામની કંપની સોહિલ નામના યુવકે શરૂ કરી છે. આ કંપની મારફતે તેઓ જુદી જુદી ટેલિકોમ કંપનીઓની સવલતો ગ્રાહકોને પૂરી પાડે છે.
આ દરમ્યાનમાં તા.૧૬-૩-૧૯ના રોજ ક્યુપીએસ સોલ્યુશન કંપનીના ઈમેઈલ આઈડી પર એક મેઈલ આવ્યો હતો. આ મેઈલમાં રીચાર્જ કરાવવા માટે લોભામણી જાહેરાતો બતાવવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યુહ તુ કે રૂ.રપ,૦૦૦ના રોકાણ પર રૂ.૪૦,૦૦૦નું બેલેન્સ આપવા ઉપરાંત અન્ય લાભો પણ આપવામાં આવશે. તપાસ કરતાં આ મેઈલ રાજસ્થાનથી આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.
આ મેઈલના આધારે સોહિલે મેઈલ આઈડીમાં દર્શાવેલા સોનું શર્માના ફોન પર વાતચીત કરી હતી અને ફોન ઉપર થયેલી વાતચીત મુજબ રીચાર્જમાં સ્કીમોની જાણકારી આપવામાં આવી હતી. સોહિલે સોનુ શર્મા ઉપરાંત આ ઠગ કંપનીના અન્ય આરોપીઓ સામે પણ ફોન પર વાતચીત કરી હતી. અને વાતચીત દરમ્યાન ઠગ ટોળકીએ સોહિલ સાથે મીઠી મીઠી વાતો કરી રીચાર્જ કરવા જણાવ્યુ હતુ કે સોહિલ પણ આ ઠગ ટોળકીના વિશ્વ્સમાં આવી ગયો હતો. અને તેણે રીચાર્જ કરવાની રકમ પણ આપવાનું નક્કી કર્યુ હતુ.
આ અમાટે આરોપીઓએ બતાવેલા જુદા જુદા બેંક ખાતાઓમાં સોહિલને રૂપિયા જમા કરાવ્યા હતા. પ્રારંભમાં આરોપીઓએ સોહિલે જમા કરાવેલા નાણાંમાં રૂ.૪૭ લાખનુંરીચાર્જ કરી આપ્યુ હતુ. અને રૂ.૩૪ લાખનું રીચાર્જ કરવાનું બાકી રાખ્યુ હતુ. આ અંગે સોહિલે પૂછતાં આરોપીઓએ જણાવ્યુ હતુ કે અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ છે એટલે બે-ત્રણ દિવસ બાદ બાકીનું ૩૪ લાખનું રીચાર્જ કરી આપવામાં આવશે.
બે-ત્રણ દિવસ બાદ સોહિલે આ અંગે તપાસ કરતાં કંપની બંધ થઈ ગઈ હોવાનું જણાયુ હતુ. અને પોતાની સાથે રૂ.૩૪ લાખની છેતરપીંડી થઈ હોવાનું જણાતા તેણે તાત્કાલિક વ†ાપુર પોલીસ સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજા સાથે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં એક મનિષ ઠક્કર, (ર) નરેન્દ્ર પાલ ઠક્કર, (૩) મહેન્દ્રસિંહ રાણાવત, (૪) પંકજ કુમાવત,( પ) સોનુ શર્મા, (૬) લલિત સોની, (૭) નેહાસિંહ અને (૮) રજની શર્માના નામો જણાવવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીઓની શોધખોળ માટે રાજસ્થાન પોલીસની પણ મદદ લેવાનું નક્કી કર્યું છે. આરોપીઓ અંગેના તમામ પુરાવા સાથે વ†ાપુર પોલીસની એક ટીમ પણ રાજસ્થાન જાય તેવું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આરોપીઓ ઓફીસો બંધ કરીને પલાયન થઇ ગયાં છે.