રીટા રિપોર્ટરનો ઈન્સ્ટાગ્રામ પર પેન્ટ વગર ફોટો વાયરલ
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોનો મનગમતો કોમેડી શો છે. આ શોના દરેક પાત્રને લોકો ખુબ પસંદ કરે છે. શોમાં રીટા રિપોર્ટરનો રોલ લોકોને ખુબ ગમે છે. રીટા રિપોર્ટર શોમાં એકદમ હટકે જાેવા મળે છે. જાે કે અસલ જિંદગીમાં પણ તે ખુબ જ હટકે અને બિન્દાસ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા જેણે ભજવી તે પ્રિયા આહૂજા અસલ જીવનમાં પણ ખુબ બિન્દાસ છે અને આ વાતની ઝલક તેના લેટેસ્ટ ફોટોશૂટમાં પણ જાેવા મળે છે. પ્રિયા આહુજાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં અભિનેત્રીનો અંદાજ ખુબ જ દિલકશ જાેવા મળી રહ્યો છે. તેણે આ ફોટોશૂટમાં બોલ્ડ અવતાર ધારણ કર્યો છે.
રીટા રિપોર્ટરનો આ લુક જાેઈને દરેક જણ દંગ રહી ગયા છે. રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ ફોટોશૂટમાં સફેદ રંગની હુડી પહેરેલી છે અને તસવીરો જાેઈને એવું લાગી રહ્યું છે કે તેણે ફક્ત હુડી જ પહેરી છે. લુકને કંમ્પલીટ કરવા માટે પ્રિયાએ ખુબ જ સુંદર મેકઅપ કર્યો છે અને વાળ પણ ખુલ્લા રાખ્યા છે. પ્રિયાએ આ જ શોના દિગ્દર્શક માલવ રાજડા સાથે લગ્ન કર્યા છે આથી તે શોનો હંમેશાથી ભાગ રહી છે.
પ્રિયા સિરિયલમાં ભલે ઓછી જાેવા મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ખુબ વધુ છે. તે છાશવારે શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે જે ફેન્સને ખુબ પસંદ આવે છે. પ્રિયા આહુજા ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે જેને જાેઈને ફેન્સના તો હ્રદયના ધબકારા વધી જાય છે. તે બીકિનીમાં તસવીરો પણ શેર કરી ચૂકી છે જેને ખુબ પસંદ કરવામાં આવી હતી.
અનેકવાર પોતાની તસવીરોના કારણે પ્રિયા ટ્રોલિંગનો પણ ભોગ બની ચૂકી છે. પરંતુ આ બધાની પરવા કર્યા વગર તે બસ પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.SSS