રીટા રિપોર્ટરનો માલવ સાથે રોમેન્ટિક વીડિયો વાયરલ
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી પ્રિયા આહુજા હાલ પોતાનું પેરન્ટહુડ ખુબ એન્જાેય કરી રહી છે. પેરેન્ટહુડ સંલગ્ન અનેક વાતો પણ તે સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ બધા વચ્ચે એક વીડિયો હાલ તેનો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રીટા રોમેન્ટિક મૂડમાં જાેવા મળી રહી છે. હવે તે કોની સાથે રોમાન્સ કરી રહી છે તે પણ અમે તમને જણાવીએ. રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનારી પ્રિયા આહુજા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ડાયરેક્ટર માલવ રાજડા સાથે રોમાન્સ કરી રહી છે. બંને બાલકનીમાં ઊભા રહીને રોમેન્ટિક ગીતો પર મૂવ્સ કરતા જાેવા મળે છે. હવે તમે વિચારશો કે આખરે પ્રિયા આહુજાને માલવ રાજડા સાથે શું રિલેશન છે. અરે આ બંને પતિ પત્ની છે અને ટીવી ઈન્ડસ્ટ્રી અને શોનો ભાગ છે.
પ્રિયા આહુજાએ આ રોમેન્ટિક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે હેવી વ્હાઈટ સાડીમાં જાેવા મળી રહી છે. વીડિયો પોસ્ટ કરતી વખતે પ્રિયાએ લખ્યું કે ‘તેરે યાર બથેરેને મેરા તુહી હે બસ પ્યારા’ આ બોલીવુડની એક પોપ્યુલર ગીતની લાઈન છે. આ બાજુ માલવ રાજડા સિમ્પલ શર્ટ અને ટ્રાઉઝરમાં જાેવા મળ્યા. વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ કપલના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રિટા રિપોર્ટરની ભૂમિકા ભલે ઓછી જાેવા મળતી હતી પરંતુ ખુબ પોપ્યુલર પાત્ર હતું. પ્રિયા આહુજાએ શોમાં ‘કલ તક’ ચેનલની રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી જે ગોકુલધામ સોસાયટીમાં રહે છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.SSS