રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ
ગાંધીનગર- ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ (Food & Drug comm. Dr. H. J. Koshia) જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તિ રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ-૧૯ના (Covid-19) દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રીમડિસીવર (remdesivir) ઇન્જેક્શનની બજારમાં અછત ઉભી થયા હોવાના ઇન્ડીયન મેડીકલ એશોશીયેસનની રજુઆત સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે
કે રાજ્યમાં હાલ આ ઇન્જેક્શનનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ડૉ. કોશીયાએ ઉમેર્યું કે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસો થકી રીમડિસીવર ઇન્જેક્શનના ઉત્પાદકો દ્વારા જથ્થો ઉપલબ્ધ કરાવાશે.
જેમ કે,Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy’s Lab. Ltd., Jubilant Lifescience Ltd. નો ગઈકાલે બજારમાં કુલ ૭,૯૩૮ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો છે. તે પૈકી આજે અંદાજે ૬,૮૦૦ ઇન્જેક્શન ગુજરાત રાજ્યના દવા બજાર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.