Western Times News

Gujarati News

રીમ શૈખે Zee ટીવીના ‘તુજસે હૈં રાબતા’માં માધુરી દિક્ષિતના કોલી ડાન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે

મુંબઈ, પ્રતિબધ્ધતા અને સમર્પિતતા એ સફળતાનની મુખ્ય ચાવી છે અને ટેલિવિઝનની સુંદર અભિનેત્રી રીમ શૈખ ખરએખર જાણે છે કે, કઈ રીતે અત્યંત પર્ફેક્શનમાં દર્શાવવું. અભિનેત્રીએ ઝી ટીવીના તુજસે હૈં રાબતાના પર્ફોર્મન્સથી દર્શકોના દિલ જીત્યા છે. રીમે તેના ઓન-સ્ક્રીન અવતારને યોગ્ય રીતે નિભાવી શકે એ માટે સંપૂર્ણ પ્રયત્ન કરે છે. તાજેતરમાં તેને સુપરસ્ટાર અને ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતના પ્રતિકાત્મક ગીત હમકો આજ કલ હૈંનો જાદુ શોમાં ફરીથી ઉભો કર્યો હતો અને આપણે તેના પરથી નજર હટાવી શકતા ન હતા, જેમાં તેની પણ કેટલીક ઝલક જોવા મળી. ખરેખર તો, અમે સાંભળ્યું છે કે, રીમે આ ગીત પર ફક્ત અડધા કલાકનું જ રિહર્સલ કરીને તેને પર્ફેક્ટ કર્યું છે!

આ અંગે જણાવતા રીમ કહે છે, “અમારું સમયપત્રક અત્યંત વ્યસ્ત હતું, તો મને આ ગીતમાં ફક્ત ૩૦ મિનિટ જેટલું જ રિહર્સલ કરવાનો સમય મળ્યો હતો અને મારા માટે તે અત્યંત પડકારજનક હતું. મેં આ ગીતનો મૂળ વીડિયો ઘણી વખત જોયો અને મેં માધુરીજીના હાવભાવનો અભ્યાસ કર્યો અને તેને ગીતના શૂટિંગ દરમિયાન યોગ્ય રીતે કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મેં તેના જેવા જ કપડા પહેર્યા હતા, જ્યાં મારું ઉદરપટલ દેખાય જેથી સમગ્ર દિવસ દરમિયાન મેં પાણી નતું લીધું ફક્ત ફળો જ ખાધા હતા, જેનાથી મારું પેટ સપાટ અને ટોન દેખાય. હું આશા રાખું છું કે, દર્શકો તેની મારા આ પર્ફોર્મન્સની મજા માણશે.”

આ અભિનેત્રીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માધુરી દિક્ષિત માટેના એક ખાસ સંદેશા સાથે તેનો દેખાવ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું- “મહાન જ્રમાધુરીદિક્ષિતનેને ને મારી શ્રદ્ધાંજલી, હું જાણતો હતો કે, હું તેમના વ્યક્તિત્વ અને પ્રતિભાને મેચ નહીં કરી શકું પરંતુ એ દરેક છોકરીનું સપનું હોય છે કે, તે તેના ગીત પર ડાન્સ કરી શકશે અને મારું આ એક સપનું પુરું થયું છે.”

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.