રીયલ નમકીન, નડિયાદ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.5.51 લાખનો નો ચેક આપવામાં આવ્યો

શ્રી રાજેન્દ્રભાઇ કે. પટેલ દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક આપવામાં આવ્યો
નડિયાદ-નમકીન ક્ષેત્રે નામાંકીત રીયલ નમકીન (લક્ષ્મી સ્નેકસ), નડિયાદના ઓનરશ્રી હરીશભાઇ રાઠોડ તથા શ્રી ભરતભાઇ મેધાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીની અપીલને ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૫,૫૧,૦૦૦/-નો ચેક જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ ઉપસ્થિત રહયા હતા.
જયારે નડિયાદ જી.આઇ.ડી.સી.માં ફેકટરી ધરાવતા ઉદ્યોગપતિ અને નડિયાદના રહેવાસી શ્રી રાજેન્દ્રભાઇ કે. પટેલ દ્વારા મુખ્યમંત્રીશ્રીની અપીલને ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૧,૦૦,૦૦૦/-નો ચેક જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ ઉપસ્થિત રહયા હતા.