રીલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે રેલી અને સફાઈ દ્વારા ગાંધીજયંતીની ઉજવણી કરાઈ
અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં (Meghraj, Arvalli district) રજી ઓક્ટોમ્બર ૧૫૦મી ગાંધી જયંતી નીમીત્તે (2nd October, 150th Gandhi Jayanti) મેઘરજ ગામ પંચાયત, તાલુકા પંચાયત, તાલુકા આરોગ્ય અધિકારી કચેરી અને રીલાયન્સ ફાઉન્ડેશનના Reliance Foundation સંયુક્ત ઉપક્રમે રથ સાથે રેલી યોજવામાં આવી હતી.
મેઘરજ પી.સી.એન સહીત નગરની (P C N. School) શાળાના વિદ્યાર્થીઓ,આરોગ્ય કચેરી સ્ટાફ અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સ્વચ્છતા અંગેના બેનરો અને સુત્રોચ્ચાર ધ્વારા રેલી યોજી ગામ પંચાયતના સફાઈકર્મીઓ અને રીલાયન્સ ફાઉન્ડેશન ધ્વારા નગરના જાહેર માર્ગો પર સફાઈ કરવામાં આવી હતી.
આ રેલીમાં મેઘરજ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ આર.વી.કડીયા, મેઘરજ મામલતદાર વી.કે.પટેલ,તાલુકા આરોગ્ય અધિકારી પી.પી. પરીખ, ગામ પંચાયતના સરપંચ સાંજાભાઈ(Gram panchayat Sarpanch), તલાટી તબીયાડ,ગામ પંચાયત ક્લાર્ક કુમુદભાઈ દોશી Kumudbhai Joshi,પી.સી.એન હાઈસ્કુલના આચાર્ય સંજયભાઈ જોષી(Principal Sanjay Joshi), પી.સી.એન હાઈસ્કુલ સ્ટાફ સહીત મેઘરજ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનની રેલીમાં હાજર રહ્યા હતા.