રીવામાં બસ-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, ૧૫ લોકોનાં મોત
રીવા, મધ્ય પ્રદેશના રીવામાં મુસાફરોથી ભરેલી બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થતાં બસમાં સવાર ૧૫ લોકોનાં મોત થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી જાણકારી મુજબ, દુર્ઘટના ગુરુવાર સવારે લગભગ ૬ઃ૩૦ વાગ્યા સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ થાં જ ત્યાં પોલીસ અને વહીવટી તંત્ર પહોંચી ગયું હતું અને રેસ્ક્યૂ આૅપરેશન હાથ ધર્યું હતું. જયારે ઇજા પામેલાઓને બસથી બહાર કાઢીને સારવાર માટે હાસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ, બસમાં લગભગ ૬૦ મુસાફરો સવાર હતા. ઘાયલ મુસાફરો મુજબ, ચાલક બસને ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ગુડ બાયપાસ પર તે પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠો અને બસ રસ્તાના કિનારે ઊભેલા ટ્રકના પાછળના ભાગમાં ટકરાઈ. દુર્ઘટનામાં બસનો આગળનો હિસ્સાને ભારે નુકસાન થયું જેના કારણે ડ્રાઇવર અને ત્યાં બેઠેલા મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.જાણકારી અનુસાર પ્રધાન ટ્રાવેલ્સની બસ રીવાથી સીધી જતી વખતે ગુઢ બાઇપાસ પાસે સામે આવી રહેલી ટ્રક સાથે ટકરાઇ ગઇ. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા. ઘટના સવારે ૬ઃ૦૦ વાગ્યાની છે. બીજી તરફ, રીવામાં બુધવારે એક અન્ય માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે.
બુધવારની રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકોનાં મોત થયા છે. એક મિની ટ્રકે સામેથી આવી રહેલી બાઇકને ટક્કર મારી દીધી જેના કારણે બાઇક સવાર ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. હાલ પોલીસ મૃતકોની ઓળખ માટેની પ્રક્રિયા હાથ ધરી રહી છે.