રી-ડેવલપમેન્ટમાં બિલ્ડરોનો રસ ઘટ્યો
જમીનોના ભાવ સોનાની લગડી સાબિત થતાં ખેતીની જમીનોનું ધૂમ વેચાણ??!
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ભૌગોગિક વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેને કારણે અનેક રહેણાંક કોમર્શિયલ સ્કીમોના આગમન સાથે જ જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે. જમીનોા ભાવ સોનાની લગડી સમાન સાબિત થઈરહ્યા છે. બિલ્ડરોને તેમની સ્કીમો માટે જમીન મોંઘી પડતી હોવાથી જૂના મકાનો-ફલેેટોની જમીનો ખરીદી લઈને ‘રી-ડેેવલપમેન્ટ’ પધ્ધતિથી ગગનચુંબી ઈમારતો ઉભી કરી દે છે. જેમાં રહેવાસીઓન. ચોક્કસ રકમ અગર તો સ્કીમમાં મકાનની ફાળવણી કરાય છે.
જાે કે પાછલા કેટલાંક સમયથી રીડેવલોપમેન્ટમાં બિલ્ડરોનો રસ ઓછો થવા લાગ્યો છે. પહેલાં રીડેવલપમેન્ટ માટે સોસાયટીઓમાં ઈન્કયાવરીઓ આવતી હતી તે સાવ ઓછી થઈ ગઈ છે.
રી-ડેવલપમેન્ટ અંતર્ગત જે સોસાયટીઓ જતી હતી તેમને ફાયદો થતો હતો તો બિલ્ડરોને પણ ઉંચી ઈમારતોને કારણે આર્થિક બખ્ખા થતા હતા. બિલ્ડરોને રસ ઓછો થઈ રહયો છે.એની પાછળ સૌથી મોટો પ્રશ્ન કાયદાકીય ગુંચનો છે. કેટલાક પ્રશ્નો એવા સર્જાઈ રહ્યા છે. જેનાથી બિલ્ડરો ‘રી-ડેવલપમેન્ટ થી દૂર થવા લાગ્યા છે. હવે તેમને ઝાઝો રસ રહ્યો જ નથી.
પાછલા કેટલાંક વર્ષોથી બિલ્ડરોની રાજયના જુદા જુદા સ્થળોએ નજર પડી રહી છે. મુૃંબઈ-દિલ્હીના મોટા માથાઓને અમદાવાદ અને તેની આસપાસની જમીનમાં રસ પડ્યો છે. મુૃબઈ- દિલ્હી કરતા જમીન સસ્તી મળતી હોવાથી સ્થાનિક બિલ્ડર સાથે જાેઈન્ટવેન્ચર થઈ રહ્યુ છે.
મુંબઈ-દિલ્હી અમદાવાદના બિલ્ડરોનું ધ્યાન હવે અમદાવાદ અને તેની આસપાસની જમીનો પર કેન્દ્રીત થવા લાગ્યુ છે.અમદાવાદની આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નવી નવી સ્કીમો મુકી રહ્યા છે. આ તમામ વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે.
બીજી તરફ કેટલાંક બિલ્ડરો એવા પણ છે કે તેઓ અમદાવાદની આસપાસનો વિસ્તાર છોડીને ખડા, આણંદ, સહિતના આસપાસના પંથકમાં પહોંચ્યા છે. તેવી જ રીતે સુરત, રાજકોટના બિલ્ડરોએ દક્ષિણ ગુજરાતની આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર નજર દોડાવતા આ વિસ્તારોની જમીનના ભાવ ઉંચકાયા છે. બિલ્ડરોની સાથે ઔદ્યોગિક ગૃહો પણ ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ખરીદી રહ્યા છે.
પરિણામે આગામી વર્ષોમાં ખેતી પર તેની વિપરીત અસર પડી શકે છે. ખેતીની જમીન ઓછી થતાં અને ટુકડામાં વિભાજીત થતાં ઉત્પાદન ઘટે એવા સંકેતો મળી રહ્યા છે. ટૂંકમાં જમીનોના ભાવ આસમાને પહોંચતા મકાનો પણ મોંઘા થઈ રહ્યા છે.