રુક રુક રુક ગીત પર તબુ અને શિલ્પાએ સાથે ડાન્સ કર્યો
મુંબઈ, ડાન્સ રિયલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪’નો અપકમિંગ એપિસોડ ખાસ બનવાનો છે કેમકે ૯૦જની બે પોપ્યુલર અભિનેત્રીઓ એક જ મંચ પર જાેવા મળવાની છે. ‘સુપર ડાન્સર’ના ‘સુપર ૫ સ્પેશ્યલ’ એપિસોડમાં ટેલેન્ટેડ અને વર્સેટાઈલ એક્ટ્રેસ તબુ મહેમાન બનવાની છે.
સુપર ૫ સ્પેશ્યલમાં પાંચેય કન્ટેસ્ટન્ટની પર્ફોર્મન્સ શાનદાર રહી હતી અને તબુ એ જાેઈને અચંબામાં પડી ગઈ હતી. પરંતુ આ પર્ફોર્મન્સ કરતાંય વધુ ખાસ મોમેન્ટ હતી તબુ અને શિલ્પા શેટ્ટીના ડાન્સની. શોની જજ શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને તબુએ વિજયપથના આઈકોનિક સોંગ ‘રુક રુક રુક’ ગીત પર પરફોર્મ કર્યું હતું. ગીતા કપૂર, સ્પર્ધકો સહિત સ્ટેજ પર હાજર દરેક વ્યક્તિ તેમની પરફોર્મન્સથી રોમાંચિત થઈ ઉઠ્યા હતા. શિલ્પા શેટ્ટી અને તબુ બંને બહુ સુંદર લાગતાં હતા.
શિલ્પાએ યેલો કલરનો સાડી સ્ટાઈલ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો તો તબુ પણ શિમર સાડીમાં ચમકી રહી હતી. આ બંને દીવાઝ યુવા અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેટલી અદભુત લાગતી હતી. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે જેમાં તે તબુ સાથે પાઉટ અને ‘બૂમરેંગ’ કરી રહી છે.
શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે કે, રુક રુક રુક કંઈક થવાનું છે કૂક, કૂક, કૂક. તબુ, તું મારી લાઈફ અને આ શોમાં છો એ માટે હું નસીબદાર છું. શિલ્પા શેટ્ટી અને તબુ એક જ મંચ પર સાથે હશે એટલે એ બાબત ચોક્કસ છે કે દર્શકો માટે ૯૦જની યાદો તાજા થવાની છે.
સુપર ડાન્સર ચેપ્ટર ૪’નો ફિનાલે નજીક છે ત્યારે દર્શકો વિનર કોણ બનશે તેને લઈને ઉત્સાહિત છે અને મેકર્સ પણ આ શોને ખાસ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે.
૯ ઓક્ટોબરે ‘નચપન કા મહા મહોત્સવ’ એટલે શોનો ફિનાલે યોજાવાનો છે જેમાં ‘સુપર ડાન્સર ચેપ્ટર ૪’નો વિજેતા જાહેર થશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તબુ હવે ‘ભૂલ ભુલૈયા ૨’માં જાેવા મળવાની છે. આ હોરર-કોમેડી ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. આ ઉપરાંત તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ખૂફિયામાં પણ જાેવા મળશે.SSS
દૃ