રુપાલીના પરિવારે ઘર બહાર બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/rupali-1-scaled.jpg)
મુંબઈ: અનુપમા ફેમ રુપાલી ગાંગુલીનો ૫મી માર્ચે બર્થ ડે હતો. કોવિડ-૧૯થી સંક્રમિત થઈ હોવાથી હાલ એક્ટ્રેસ ક્વોરન્ટિનમાં છે, ત્યારે તેના પરિવારે તેના બર્થ ડેને ખાસ બનાવ્યો હતો. રુપાલીના પતિ, દીકરો તેમજ ભાઈ સહિતના પરિવારના સભ્યો કેક લઈને ઘરની બહાર ઉભા રહ્યા હતા અને તે જે રુમમાં ક્વોરન્ટિન થઈ છે તેની બારીમાંથી જાેડાઈ હતી. રુપાલી ગાંગુલીના દીકરાએ કેક કટ કરી હતી અને તેના માટે બર્થ ડે સોન્ગ પણ ગાયું હતું. પોતે સંક્રમિત હોવા છતાં પરિવારે તેના બર્થ ડેને ખાસ બનાવવા માટે જે કંઈ કર્યું તેનાથી એક્ટ્રેસ ખુશ થઈ ગઈ હતી અને દરેકનો આભાર માન્યો હતો. સેલિબ્રેશનના વીડિયો શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે કે, ‘ક્વોરન્ટિન હોવા છતાં
જ્યારે તમારો પરિવાર તેને ખાસ બનાવવાનો પ્રયાસ કરે. રુપાલી ગાંગુલીને માત્ર પરિવારના સભ્યો તરફથી જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અને ફેન ક્લબ તરફથી પણ બર્થ ડેની ખૂબ શુભેચ્છાઓ મળી હતી. બર્થ ડે વિશનો આભાર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને માન્યો હતો. વીડિયોમાં તે કહી રહી હતી કે, ‘જે લોકોએ મને આટલો પ્રેમ આપ્યો તેમનો આજે ખાસ આભાર માનવો છે. ખાસ કરીને
તેઓ જેઓ મને મળ્યા નથી અને માત્ર ટેલિવિઝન દ્વારા ઓળખીને પ્રેમ આપ્યો છે’. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આભાર. બર્થ ડે થેન્ક યુ પોસ્ટ તે લોકો માટે જેઓ મને ક્યારેય મળ્યા નથી, તેમ છતાંય મને આટલો પ્રેમ કરે છે સપોર્ટ આપે છે. રુપાલી ગાંગુલી અને તેના ઓનસ્ક્રીન દીકરા આશિષ મેહરોત્રાનો (તોષુ) કોવિડ-૧૯ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દર્શકોને શો સાથે ઝકડી રાખવા માટે સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અનુપમા સીરિયલ લોકોના દિલ જીતવામાં સફળ રહી છે અને જ્યારથી લોન્ચ થઈ છે ત્યારથી ટોપ-૧માં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહી છે.