રૂડસેટ સંસ્થા,નડિયાદની ત્રિમાસિક બેઠક ખેડા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

(માહિતી) નડિયાદ, શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓને તાલીમ આપતી રૂડસેટ સંસ્થાની ત્રિમાસિક કામગીરીની રિવ્યુ મિટીંગ ખેડા કલેક્ટર અને મેજિસ્ટ્રેટશ્રી કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.
આ મિટીંગમાં ગત ત્રણ મહિનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી મહિનાઓમાં યોજનાર તાલીમ અંગે માર્ગદર્શન અને સલાહસુચન પુરૂ પાડવામાં આવ્યું હતુ.
આ મિટીંગમાં જિલ્લા અધિકારીશ્રી મેહુલભાઇ દવે, કેનરા બેંક વડોદરાના રિજીઓનલ મેનેજરશ્રી ઇન્દુ ભુષણ શર્મા, ખેડા જિલ્લા લીડ ડિસ્ટ્રીક્ટ ડેવલપમેંન્ટ મેનેજરશ્રી અમિત ભટ્ટ, ખેડા જી.એલ.પી.સી ડિ.એલ.એમ મધુબેન પરમાર, જિલ્લા ઉધોગ કેન્દ્ર નડિઆદથી શ્રી હિરેન પટેલ, કેનરા બેંક નડિઆદના શાખા પ્રબંધકશ્રી એચ.બી.રાણા, નાણાકિય સાક્ષરતા કેન્દ્રના પરામર્શકાર શ્રી પંકજભાઇ ભટ્ટ અને જિલ્લા માહિતી કેન્દ્ર ખેડાથી શ્રી દિવ્યેશભાઇ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.