Western Times News

Gujarati News

રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝ ટુંક સમયમાં IPO જાહેર કરશે

અમદાવાદ, અત્યારના સમયમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ ની સંખ્યા વધી રહી છે તેની સામે ઘણી બધી કંપનીની બેલેન્સશીટ નુકસાન દર્શાવી રહી છે ત્યારે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડસ્ટ્રીઝ માં જબરજસ્ત સકારાત્મક ગ્રોથ જોવા મળ્યો છે કારણ કે સીએનજી ગેસના ભાવમાં સખત  ઘટાડો થયો અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંકા ગાળામાં ખૂબ જ વધુ ભાવ નો વધારો થયો ત્યારે લોકડાઉન માં  અને પછી સીએનજી ગેસ નો ભાવ લગભગ યથાવત્ છે. તેની અસરરૂપે 20% ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જ ડીઝલ આધારિત બોઈલર નો વપરાશ કરે છે અને બીજા યુનિટોએ ડીઝલ ની જગ્યાએ સીએનજી ગેસ નો ઉપયોગ શરૂ કર્યો.

સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે આવનારી મહત્વની તકો પર રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝના ડાયરેક્ટર કશ્યપ પટેલે જણાવ્યુ કે “ભારત હવે ગેસ આધારિત ઈકોનોમી તરફ જઇ રહ્યું છે, મારુતિ કંપનીની પણ ચાલુ નાણાકીય વર્ષમાં અપેક્ષા છે કે સીએનજી વાહનોનું વેચાણ ૩૬ ટકા વધશે સાથે હ્યુન્ડાઈ પણ સીએનજીના વિકલ્પ માટે વિચારી રહી છે.

માત્ર કંપનીઓ જ નહીં પરંતુ જે ગ્રાહકો પેટ્રોલ-ડીઝલમાં કાર ચલાવે છે તેમાંથી 10 થી 15 ટકા ગ્રાહકો સીએનજીને આગામી ટૂંકાગાળામાં અપનાવશે. છેલ્લા ૧૦ વર્ષના રેકોર્ડ મુજબ સીએનજી ગેસનો ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં ૪૦ થી ૫૦ ટકા ઓછો રહ્યો છે અને વધુ સારી માઇલેજ પણ મળે છે.” છેલ્લા એક દાયકાથી પણ વધુ ગુજરાત સીએનજી અને પીએનજી ગેસના વપરાશ માં સમગ્ર ભારતમાં ટોચ ઉપર રહ્યું છે.  ૮૦ ટકાથી વધુ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તથા કોન્ટ્રાક્ટર કે પાર્ટનર કંપનીઓ ગુજરાતમાંથી છે અને તે બધી કંપનીઓ સાથે મળીને સમગ્ર ભારતમાં સિજીડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો વિકાસ કરશે.

અત્યારના સમયમાં સરકાર પર્યાવરણ સુરક્ષા પર વધુ ભાર મૂકી રહી છે અને તેના ભાગરૂપે બેટરી સંચાલિત વિહિકલના ઉત્પાદન તથા વપરાશને પ્રાધાન્ય આપી રહી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના અભાવે આ વાત માટે એક દશકથી પણ વધુનો સમય લાગી શકે તેમ છે. ત્યારે સીએનજી ગેસના વપરાશ દ્વારા કાર્યક્ષમતાનો મહત્તમ ફાયદો તથા કોસ્ટ બેનિફિટ્ મળે છે.

“અત્યારે માર્કેટમાં સીએનજી ગેસની માગમાં સખત ઝડપથી વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે આ ક્ષેત્રમાં ઘણી બધી તકો આવીને પણ ઉભી છે, તેનો લાભ લેવા માટે અમે  એસએમઇ આઇપીઓ તથા વેન્ચર કેપિટલ માટેની યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ, જેથી 100 કરોડનું કેપિટલ મળી શકે.” તેવી વાત રુદ્ર ગેસ એન્ટરપ્રાઈઝના બીજા ડિરેક્ટર કુશ પટેલે જણાવી. વર્ષ 2030માં નેચરલ ગેસની માંગ 9.223 mmscm થી લઇ 25.570 mmscm થશે.

કોરોના મહમાંરીના લોકડાઉન વખતે ઘણી મોટી કંપનીઓએ તેના કર્મચારીઓને ભગવાન ભરોશે મૂકી દીધા હતા ત્યારે રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝ એ તેના  કર્મચારીઓને વતન રવાના નહિ કર્તા, તેને તેના બધા કર્મચારીઓની લોકડાઉનમાં રહેવા, જમવા, વેતન અને આરોગ્ય કાળજીની ખૂબ સુંદર કાળજી નિસ્વાર્થ પણે કરી હતી. તેના પરિણામ રૂપે લોકડાઉન પછી બધા ઉદ્યોગોને કામકાજ કરવા માટે લીલી ઝંડી મળી છે પરંતુ હવે કર્મચારીઓ વતન છે અને પરત ફરવાના કોઈ એંધાણ નથી, ત્યારે રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝએ પોતાનો કારોબાર આસાનીથી શરૂ કરી દીધો છે અને તેઓ આ દ્વારા માર્કેટમાં આવેલી તકોનો લાભ ખૂબ સરળતાથી લઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.