રૂપલ સાથ નિભાના સાથિયામાં કોકિલાનો રોલ કરશે : રિપોર્ટ
મુંબઈ: સીરિયલ સાથ નિભાના સાથિયામાં કોકિલાબેનના પાત્રએ એક્ટ્રેસ રૂપલ પટેલને ખૂબ નામના અપાવી છે. હાલ ટેલિવિઝન પર ‘સાથિયા’ની બીજી સીઝન પ્રસારિત થઈ રહી છે. રૂપલ પટેલ બીજી સીઝનના અમુક એપિસોડનો ભાગ હતા. તેમણે ગત વર્ષે નવેમ્બરમાં મહિનામાં આ શોની બીજી સીઝન છોડી દીધી હતી. રૂપલે આ પાછળનું કારણ આપતા કહ્યું, જ્યારે શો શરૂ થયો ત્યારે મારો સંપર્ક કરવામાં નહોતો આવ્યો. એ વખતે હું સીરિયલ ‘યે રિશ્તે હૈં પ્યાર કે’નો ભાગ હતી.
હું ‘સાથિયા’ નહોતી કરવા માગતી કારણકે એકસાથે એકથી વધારે પ્રોજેક્ટ કરવાનું મને પસંદ નથી. આ ઉપરાંત બંને સીરિયલોના સેટ એકબીજાથી ખૂબ દૂર હતા. બાદમાં જ્યારે તેમણે મને કહ્યું કે, દર્શકો ફરીવાર કોકિલાબેનને સ્ક્રીન પર જાેવા માગે છે ત્યારે મેં શો માટે એક મહિનો ફાળવ્યો હતો. જે બાદ મેં શો છોડી દીધો હતો. હાલ તો રૂપલ એક પણ શોનો ભાગ નથી ત્યારે સમય કેવી રીતે પસાર કરે છે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું, “હું અત્યારે ઘરે છું અને કોઈપણ પ્રોજેક્ટ હાલ હાથમાં ન લેવાનો ર્નિણય કર્યો છે. ભગવાનની દયાથી મને વિવિધ રોલ ઓફર થઈ રહ્યા છે.
પરંતુ મેં એકપણ નવો પ્રોજેક્ટ હાથમાં નથી લીધો કારણકે શો પૂરો થયા પછી મને મારી બેટરી ચાર્જ કરવા માટે નાનકડો બ્રેક લેવો ગમે છે. આ ઉપરાંત હજી મારે રસીનો બીજાે ડોઝ લેવાનો બાકી છે. મારું સંપૂર્ણ રસીકરણ થઈ જાય પછી જ હું કોઈ કામ હાથમાં લઈશ. જૂન મહિનાના અંતે હું રસીનો બીજાે ડોઝ લેવાની છું અને આશા છે કે એ પછી કોઈ નવો ટીવી પ્રોજેક્ટ હાથમાં લઈશ. મેં હંમેશાથી મજબૂત પાત્રો ભજવ્યા છે અને ભવિષ્યમાં પણ આમ કરતી રહીશ. મારા દર્શકોને પણ મને આ પ્રકારના પાત્રોમાં જાેવી ગમે છે. હાલ તો રૂપલ પોતાના દીકરા સાથે સમય પસાર કરીને ખુશ છે. તેણે આ વિશે વાત કરતાં કહ્યું,
“હું ખૂબ સાદી વ્યક્તિ છું અને મને ઘરે રહેવું પસંદ છે. આ સમય છૂપા આશીર્વાદ સમાન છે. હું ધાર્મિક વ્યક્તિ છું એટલે આ સમય દરમિયાન પૂજા અને આરતી પણ નિયમિત કરું છું. આ બાબતોમાં મારો સમય પસાર થઈ જાય છે. મને ખુશી છે કે હું મારા પરિવાર અને ખાસ કરીને મારા દીકરા સાથે સમય વિતાવી શકું છું. મારા દીકરાને હાલ વર્ક ફ્રોમ હોમ ચાલે છે. એટલે હું આ બ્રેકને માણી રહી છું. જ્યારે હું કામ શરૂ કરીશ ત્યારે નવી ઊર્જા અને નવો ઉત્સાહ હશે.