રૂપાણી-નીતિન પટેલને ફરી ક્વોરન્ટીન કરવા મુદ્દે ચર્ચા
અમદાવાદ: રાજ્યના વનમંત્રી રમણલાલ પાટકર અને સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવતા મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી અને નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલને ક્વોરન્ટાઇન થવુ કે નહી તેની ચર્ચા ચાલી રહી છે.ગુજરાતના વનમંત્રી રમણલાલ પાટકર અને સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આ બંનેના સંપર્કમાં મુખ્યમંત્રી-નાયાબ મુખ્યમંત્રી પણ આવ્યા હોવાની તપાસ કરવા આરોગ્ય વિભાગ સક્રિય થઇ ગયું છે.
રાજ્યના વન મંત્રી રમણલાલ પાટકરને કોરોના પોઝીટીવ આવતા ફરી એકવાર સરકાર અને સચીવાલયમાં દોડધામ મચી ગઇ છે.માનવામાં આવે છે કે રાજ્યના મુખ્યમંત્રી-નાયાબ મુખ્યમંત્રી પણ મંત્રી પાટેકરને મળ્યા હતાં.