Western Times News

Gujarati News

રૂપાલીને એક એપિસોડ માટે ૬૦૦૦૦ રૂપિયા મળે છે

મુંબઈ: પ્રોડ્યુસર રાજન શાહીની સીરિયલ અનુપમા દર્શકોનો ભરપૂર પ્રેમ મેળવી રહી છે. આ શો ટીઆરપી ચાર્ટમાં પણ હંમેશા ટોપમાં રહે છે. જેનું કારણ છે શોની વાર્તા અને તેમાં દર્શાવાતા પાત્રોને સશક્ત રીતે રજૂ કરતાં કલાકારો. લોકડાઉનન પછી શરૂ થયેલી આ સીરિયલ હવે લગભગ દરેકના ઘરમાં જાેવાઈ રહી છે અને અનુપમામાં ક્યાંકને ક્યાંક મહિલાઓને પોતાની છબિ દેખાય છે. જે પોતાના પરિવાર માટે જાત ખર્ચી નાખે છે. શોમાં લીડ રોલ ભજવતા કલાકારો સુધાંશુ પાંડે અને રૂપાલી ગાંગુલીનું નામ તો લોકોના મોંઢે ચડી ગયું છે.

શોમાં પોતાને ફાળે આવેલું પાત્ર દરેક કલાકાર ખૂબ જ સહજતા સાથે ભજવે છે અને પર્ફોર્મન્સથી વાહવાહી મેળવે છે. ત્યારે પોતાના પર્ફોર્મન્સ માટે શોના કલાકારો કેટલી ફી લે છે તે જાણો છો? આજે તમને જણાવીશું કે ‘અનુપમા’ કલાકારોને પ્રતિ એપિસોડના કેટલા રૂપિયા મળે છે. સીરિયલમાં લીડ રોલ કરતી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને મીડિયા રિપોર્ટ મુજબ, એક એપિસોડ માટે આશરે ૬૦,૦૦૦ રૂપિયા મળે છે.

આ જ રીતે વનરાજનો રોલ કરતાં એક્ટર સુધાંશુ પાંડેને પ્રતિ એપિસોડ ૫૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ મળે છે. વનરાજની પ્રેમિકા કાવ્યાના રોલમાં જાેવા મળતી એક્ટ્રેસ પ્રતિ એપિસોડ માટે ૩૦,૦૦૦ રૂપિયા મેળવે છે. રિપોર્ટ પ્રમાણે, વનરાજ અને અનુપમાના મોટા દીકરા પારિતોષનો રોલ કરતાં એક્ટર આશિષ મહેરોત્રાને પ્રતિ એપિસોડ ૩૩,૦૦૦ રૂપિયા મળે છે. અનુપમા-વનરાજના નાના દીકરા સમરનો રોલ કરતાં એક્ટર પારસ કલનાવતને એક એપિસોડ માટે ૩૫,૦૦૦ રૂપિયા મળે છે. જ્યારે અનુપમા અને વનરાજની દીકરીના રોલમાં જાેવા મળતી એક્ટ્રેસ મુસ્કાન બામણેને એક એપિસોડના ૨૭,૦૦૦ રૂપિયા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.