રૂપાલી ચોકીમાં LR સાથે ઝપાઝપી કરી છ શખ્સો ફરાર
અમદાવાદ : ટ્રાફિકનાં નવાં નિયમો અમલમાં આવ્યાંને સમય થયો છતાં પોલીસ તથા નાગરીકો વચ્ચે ચકમક ઝરવાનાં કિસ્સા સતત બહાર આવી રહ્યાં છે. ખાસ કરીને તોતિંગ દંડની રકમ ભરીને કંટાળેલા લોકો હવે પોલીસ સાથે ઝપાઝપી કરતાં પણ અચકાતાં કેટલીક વખત ટ્રાફીક પોલીસ પણ ખોટી રીતે દંડ વસુલતી હોવાના આરોપી લાગી રહ્યાં છે.
તોડબાજી માટે પોલીસને નવો કિમીયો મળી ગયાની ચર્ચા નાગરીકોમાં થઈ રહી છે. એક તરફ મંદી, બેરોજગારી ઊપરથી ટ્રાફીકનાં દંડમાં અધધ થયેલાં વધારાથી મધ્યમ વર્ગ ભયંકર ચિંતામાં મુકાયો છે. કેટલીક વખત ખોટી રીતે દંડાતા તો ક્યારેક અજાણતાં જ ભુલ કરી બેસતાં નાગરીકો સાથે પણ ખરાબ વર્તન થયાનાં આક્ષેપો બહાર આવી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિકનાં ઈ ડીવીઝનનાં ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં એક લોક રક્ષક સાથે ઝપાઝપી કરવાની ઘટના બની છે.
ગુરૂવારે બપોરે સવા એક વાગ્યાનાં સુમારે ઈ ડિવીઝન ટ્રાફીકની ટોઈંગની ગાડી કેટલાંક વાહનો ટોઈંગ કરીને રૂપાલી ખાતે આવેલાં ટ્રાફીક પોલીસ સ્ટેશને લઇ આવી હતી. જાકે થોડીવારમાં ત્યાં પોતાનાં વાહન લેવા આવેલાં વ્યÂક્ત દંડ ભર્યા વગર વાહન છોડાવી જવા ટ્રાફીકનાં જવાનો સાથે માથાકૂટ કરતાં હોવાની જાણ થતાં ટ્રાફીક પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ પણ પોલીસ ચોકીએ પહોંચ્યો હતો.
જ્યાં બધાંને દંડ ભરીને વાહન છોડાવી કહેતાં અમોદ વિશ્વાસ રાવ ઊંબરડે નામનો વ્યક્તિ ઊશ્કેરાઈને હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ સામે ઘસીને બોલાચાલી કરવા લાગતાં તેને પકડીને બેસાડ્યો હતો. જાકે તે દોડીને બહાર ભાગીને પોતાનાં મિત્રોને ફોન કરવા લાગ્યો હતો. જેથી તેને પકડીને ફરી ચોકીમાં બેસાડવામાં આવ્યો હતો.
દરમિયાન તેનાં પાંચેક મિત્રો પોલીસ ચોકીમાં આવીને વીડીયો ઊતારવા લાગ્યા હતાં. આ વખતે બોલાચાલી થતાં જયેશભાઈ નામના લોકરક્ષક નામના જવાનની ફેંટ પકડીને અમોદકુમારે ધક્કામુક્કી કરતાં જયેશભાઈનો શર્ટ ફાટી ગયો હતો. ઊપરાંત બધા ભેગાં મળીને ઝપાઝપી કર્યા બાદ ભાગી જતાં તમામ સામે ફરીયાદ નોંધીને કારંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.