રૂપિન્દર પાલ, બિરેન્દ્ર લાકરા આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્ત
નવીદિલ્હી, ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય પુરુષોની હોકી ટીમના ઐતિહાસિક બ્રોન્ઝ મૅડલ જીતવાના અભિયાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર ખેલાડી રૂપિન્દર પાલ, બિરેન્દ્ર લાકરા આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. રૂપિન્દરે જણાવ્યું હતું કે એમણે હોકીમાં નવા યુવાનોને મોકો મળે એ માટે રાજીનામું આપ્યું છે. બિરેન્દ્ર લાકરાની નિવૃત્તિના સમાચાર હૉકી ઇન્ડિયાએ આપ્યા હતા.
બોબ તરીકે ઓળખાતા રૂપિન્દરે ટોક્યોમાં ભારતના બ્રોન્ઝ મેડલ વિજેતા અભિયાનમાં જર્મની સામે ત્રીજા સ્થાન માટેની મેચમાં પેનલ્ટી સ્ટ્રોક સહિત ચાર નિર્ણાયક ગોલ કર્યા હતા. રૂપિન્દરે ૨૨૩ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
નિવૃત્તિ અંગે લાકરાએ હજી સુધી કોઇ નિવેદન આપ્યું નથી. ૩૧ વર્ષીય લાકરા ટોક્યોમાં ભારતના બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમના વાઇસ કેપ્ટન હતા. લાકરાએ ભારત માટે ૨૦૧ મેચ રમી છે. તેઓ ૨૦૧૪માં ગોલ્ડ મૅડલ વિજેતા ઇંચિયોન એશિયન ગેમ્સ ટીમ અને ૨૦૧૮માં જાકાર્તામાં બ્રોન્ઝ જીતનાર ટીમનો પણ ભાગ હતા.HS