Western Times News

Gujarati News

રૂપિયાની ઉઘરાણીમાં સશસ્ત્ર ટોળાએ ઘરમાં તોડફોડ કરી કિશોરનું અપહરણ કર્યું

થલતેજમાં બનેલો ચોંકાવનારો બનાવ : મહિલાને ઈજા ઃ મોડી રાત્રે બોપલ નજીક આરોપીના પિતાએ અપહ્યુત કિશોરને છોડાવી સહી સલામત ઘરે મોકલી આપ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિથી ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું છે ગઈકાલે મોડી રાત્રે શહેરના થલતેજ વિસ્તારમાં રૂપિયાની લેવડ દેવડમાં ધસી આવેલા સશ† ટોળાએ એક મહિલાના ઘરમાં તોડફોડ કરી કિશોરનું અપહરણ કરી ઉઠાવી જતા ભારે સનસનાટી મચી ગઈ હતી અપહરણકારોએ અપહ્યુત કિશોરને મારમારી જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી આ દરમિયાનમાં આરોપીના પિતાને ખબર પડતાં તેણે અપહ્યુત કિશોરને છોડાવી સહી સલામત પહોચાડતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે વિગત એવી છે કે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી વાણિયાવાડીની ખડકીમાં રહેતા નીલમબેન જયંતિભાઈ પટેલના ભાઈ મનોજભાઈએ કેટલાક શખ્સો પાસેથી ઉધારમાં રૂપિયા લીધા હતા દેવુ વધી જતાં મનોજભાઈ છેલ્લા બે મહિનાથી ઘર છોડીને જતો રહયો હતો અને બીજીબાજુ ઉઘરાણીકારો નીલમબેનના ઘરે પહોંચી ઉઘરાણી કરતા હતા.


મનોજનો પુત્ર જય પણ નીલમની સાથે જ રહેતો હતો ઉઘરાણીકારોની ધમકીથી નીલમ સતત ફફડતી રહેતી હતી આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે ૯.૦૦ વાગ્યાની આસપાસ પ્રકાશ કમલેશભાઈ ઠાકોર, અજીત ભરતભાઈ ઠાકોર, હિતેશ ભરતભાઈ ઠાકોર તથા અન્ય બે શખ્સો હાથમાં લાકડીઓ, તલવારો સહિતના શ†ો સાથે ધસી આવ્યા હતા અને નીલમ પટેલને ધમકીઓ આપવા લાગ્યા હતા.

નીલમને તેના ભાઈ મનોજ વિશે પુછપરછ કરી હતી પરંતુ નીલમ પટેલે જણાવ્યું હતું કે તેનો ભાઈ બે મહિનાથી ઘરે આવ્યો નથી આ સાંભળીને ટોળાએ ઉશ્કેરાટમં આવી જઈ ઘરમાં તોડફોડ શરૂ કરી હતી.

ઘરમાં રહેલુ ટીવી, કબાટ, તથા વાસણો તોડી નાંખી આંતક મચાવ્યો હતો ભારે હોહામચી જતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતાં આ દરમિયાનમાં મનોજભાઈનો પુત્ર જય તેની ફઈને બચાવવા માટે વચ્ચે પડયો હતો આ દરમિયાનમાં હુમલાખોરોએ નીલમબેન અને જય ઉપર હુમલો કરી તેઓને ઈજા પહોચાડી હતી અને જયને સ્વીફટ કારમાં ઉઠાવી ફરાર થઈ ગયા હતાં.

૧૬ વર્ષના કિશોર જયનું અપહરણ કરી લઈ જવાતા સ્થાનિક નાગરિકોએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી દીધી હતી બીજીબાજુ આરોપીઓ જય ને ઉઠાવી બોપલ લઈ ગયા હતા અને બોપલ બ્રીજ નીચે પહોંચ્યા ત્યારે આરોપી હિતેશભાઈના પિતા ભરતભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે ફફડી રહેલા જય ને ગાડીમાંથી બહાર કાઢયો હતો અને તેને સહી સલામત અેક્ટિવા પર બેસાડીને અન્ય યુવકને બોલાવી સહી સલામત ઘરે મોકલી આપવા જણાવ્યું હતું

જેના પગલે અેક્ટિવા લઈને આવેલો યુવક મોઢા પર રૂમાલ બાંધી આ કિશોરને મોડી રાતે થલતેજ તેના ઘર પાસે છોડીને જતો રહયો હતો બીજીબાજુ જય ઘરે પરત આવતા તાત્કાલિક નીલમબેન તેને લઈ સોલા પોલીસ સ્ટેશને પહોચી ગયા હતાં અને ત્યાં જયને ક્યાં ક્યાં લઈ જવામાં આવ્યો તે અંગે પુછપરછ કરી હતી સોલા પોલીસે આ અંગે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.