રૂપિયા ૧૫ લાખની લાંચ લેતા અધિકારી ઝડપાયા
ગાંધીનગર, ગુજરાતના પાટનગરના વર્ગ-૧ના અધિકારી લાંચ લેતા ઝડપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ટાઉન પ્લાનર એન.એન.મહેતા રૂપિયા ૧૫ લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ટાઉન પ્લાનર તેમજ અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરને લાંચ લેતા ઝડપી લેવાયા છે.
આ ઘટનામાં પેટ્રોલ પંપ માટે જમીન NA કરવા લાંચ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ રૂપિયા ૧૫ લાખની લાંચ લેતા ટાઉન પ્લાનર એન.એન. મહેતા અને અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરની છઝ્રમ્ની ટીમ દ્વારા ધરપકડ કરવામા આવી છે.
ફરિયાદીના પત્નીના નામે શેરથા ગામે કલેકટર દ્વારા ૨ પ્લોટ સોંપવામા આવ્યા હતા અને આ પ્લોટના ફાઈનલ માપ માટે ગુડામા અરજી કરવામા આવી હતી.
જાેકે, આ પ્લોટના માપ તથા અભિપ્રાય માટે ગાંધીનગરના ટાઉન પ્લાનર એન.એન. મહેતા (વર્ગ-૧ અધિકારી) અને અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરે ૧૫ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી ત્યારે ફરિયાદીએ આ અંગે ફરિયાદ નોંધાવતા આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે.