રૂપિયા ૬૦૦ કરોડની લોન આપવાના બહાને પાંચ કરોડની છેતરપીંડી આચરી બે ભાઈઓએ વેપારીને ઢોર માર માર્યાે
મહારાષ્ટ્રનાં વેપારી સાથે મુંબઈમાં ચીટીંગ કરી બંને ભાઈ અમદાવાદ રહેતા હતાઃ સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ: મહારાષ્ટ્રનાં એક વેપારીને રૂપિયા ૬૦૦ કરોડની લોન આપવાનાં બહાને મુંબઈના બે ઠગ ભાઈઓએ રૂપિયા પોણા પાંચ કરોડ સેરવી લીધા હતા. બાદમાં લોનની પ્રક્રિયા માટે વેપારીને હોંગકોંગ મોકલી આપ્યા હતા. જા કે વેપારી અધવચ્ચેથી પાછા ફર્યા હતા. દરમિયાન બંને ભાઈઓ મુંબઈ છોડી અમદાવાદ આવી ગયા હતા. જેથી વેપારી પોતાનાં રૂપિયા લેવા અમદાવાદ ખાતે આવતાં ઠગ ભગતોએ તેમને રૂપિયા આપવાનાં બદલે ઢોર માર માર્યા હતા.
જેથી વેપારી જીવ બચાવી ભાગવું પડ્યું હતું. અનિલભાઈ જાષી ધુલે મહારાષ્ટ્ર ખાતે રહે છે. અને જાષી ફ્રેઈટ એન્ડ કેરીયર્સ નામે કંપની ધરાવી વેપાર કરે છે. વર્ષ ૨૦૧૮માં અનિલભાઈને પાર્થ દલવાડી તથા મેહુલ દલવાડી (રાજ કલાસીક, ધારી રોડ, મુંબઈ) સાથે ઓળખાણ થઈ હતી. બંનેએ અનિલભાઈને રૂપિયા ૬૦૦ કરોડની લોન એચએસબીસી બેંકમાંથી કરાવી આપવાની લાલચ આપી હતી. અને એ માટે તેમની પાસેથી રૂપિયા ૪,૮૬,૦૦૦ ખંખેરી લીધા હતા.
બાદમાં લોનની પ્રક્રિયા માટે હોંગકોંગ ખાતે જવું પડશે તેમ કહી અનિલભાઈને હોંગકોંગ મોકલ્યા હતા અને પોતે પછી આવશે તેમ બંને દલવાડી ભાઈઓએ જણાવ્યું હતું. જા કે અનિલભાઈ ઈમિગ્રેશનથી આગળ ન વધતાં પરત ફર્યા હતા. પરંતુ મુંબઈ પરત ફરતાં પાર્થ તથા મેહુલ ગાયબ થઈ ગયા હતા. બંને અંગે તપાસ કરતાં તે અમદાવાદમાં ઈસરો નજીક આવેલી યુનિક પાર્ક સોસાયટીમાં રહેતાં હોવાની જાણ થઈ હતી. જેથી અનિલભાઈ પોતાનાં અમદાવાદ ખાતે રહેતાં મિત્ર સાથે યુનિક પાર્ક ખાતે પહોંચતાં બંને ભાઈઓ પાર્થ અને મેહુલ સોસાયટીનાં દરવાજે જ મળ્યા હતા.
અનિલભાઈએ રૂપિયાની માંગણી કરતાં બંનેએ રૂપિયા ભુલી જવાના તેમ કહી અનિલભાઈને ગડદાપાટુનો માર માર્યાે હતો. જેથી તેમનાં મિત્રએ તેમને છોડાવ્યા હતા. આ ઘટનાથી ગભરાઈ ગયેલા અનિલભાઈ મિત્રની બાઈક પર બેસી જીવ બચાવી ભાગ્યા હતાં. જા કે પાર્થ-મેહુલ આટલેથી જ ન અટકતાં ગાડીમાં તેમનો પીછો કર્યાે હતો. આ ઘટના બાદ અનિલભાઈએ પાર્થ-મેહુલ દલવાડી વિરૂદ્ધ મારામારીની ફરીયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.