3KW સુધી રૂફટોપ સોલર સિસ્ટમ સસ્તી થશેઃ સબસિડી 20 થી 40 ટકા થઈ
ગાંધીનગર: લોકસભા ચૂંટણી અગાઉ લેખાનુદાન રજૂ કર્યા બાદ નીતિન પટેલે આજે ગુજરાતનું અત્યારસુધીનું 2.04 લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો, પશુપાલન, સહકાર તેમજ સિંચાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. શહેરીવિકાસ માટે પણ કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. પોતાની બજેટ સ્પીચમાં ડે. સીએમે જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં 60,000 સરકારી પદો પર ભરતી કરવામાં આવશે.
નવી સોલર રૂફટોપ યોજના માટે સરકારે રૂ. 1000 કરોડની જાહેરાત કરી, લાભાર્થીઓને 3KW સુધી 40 ટકા સબસિડી આપવામાં આવશે. નવી સોલાર યોજના અંતર્ગત 3KW સુધી 40 ટકા સબસિડી આપવામા આવશે. જયારે 3 કિલોવોટથી વધુ સોલર રૂફટોપ યોજના માટે 20 ટકા સબસિડી આપવામાં આવશે.