Western Times News

Gujarati News

રૂબીના દિલૈકે બિગ બોસ ૧૪નું ટાઇટલ જીતી લીધું

ટીવીના સૌથી જાણીતા રિયલિટી શો બિગ બોસ ૧૪નું ટાઇટલ રૂબીના દિલૈકએ જીતી લીધું છે. બીજી તરફ રાહુલ વૈદ્ય બીજા નંબર પર રહ્યો છે. અંતે રૂબિના દિલૈકના પ્રશંસકોએ તેને વિનબ બનાવી જ દીધી. નોંધનીય છે કે, શરુઆતથી જ રૂબીનાનું ફેન ફોલોઇંગ ઘણું વધારે જાેવા મળી રહ્યું હતું. રૂબીના હંમેશા ટ્‌વીટર પર ટ્રેન્ડીંગમાં પણ રહેતી હતી.

બિગ બોસ ૧૪માં કુલ પાંચ ફાઇનલિસ્ટ રાખી સાવંત, રૂબીના દિલૈક, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી અને એલી ગોની હતા. પરંતુ બધાને પછાડીને રૂબીનાએ જીત મેળવી લીધી. ફિનાલેમાં સૌથી પહેલા શોથી રાખી સાવંત ૧૪ લાખ રૂપિયા લઈને શોથી બહાર થઈ ગઈ. એલી ગોની અને નિક્કી તંબોલો બાદમાં શોથી બહાર થયા. અંતમાં રાહુલ વૈદ્ય બીજા નંબર પર રહ્યો. નોંધનીય છે કે, બિગ બોસ ૧૪માં રૂબીના દિલૈકે પતિ અભિનવ શુક્લની સાથે એન્ટ્રી કરી હતી અને તે તેનો સૌથી મોટો સપોર્ટ હતો.

આ ઉપરાંત અભિનવનો સાથ રુબીનાને અંતિમ સમય સુધી મળ્યો, કારણ કે ફિનાલેના થોડા એપિસોડ પહેલા જ અભિનવ ઘરથી બહાર થયો હતો. બીજી તરફ ફિનાલેમાં ઘણી ધૂમ મચેલી રહી. અક તરફ જ્યાં કોન્ટેસ્ટન્ટે પોતાના પર્ફોમન્સથી લોકોના દિલ જીત્યા તો બીજી તરફ નોરા ફતેહીની સાથે ગરમી ગીત પર સલમાન ખાનના ફિનાલે વધુ એન્ટરટેઇનિંગ કરી દીધું.

ફિનાલેમાં સૌથી જબરદસ્ત રહી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની એન્ટ્રી. ધર્મેન્દ્રની સાથે મળી સલમાને ખૂબ ધૂમ મચાવી. શો પર ફિલ્મ ‘શોલે’ના સીનને રીક્રિએટ કરવામાં આવ્યો જ્યાં સલમાને ગબ્બર તો રાખી સાવંતે બસંતીનું પાત્ર ભજવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.