રૂમાલ વેચતી મહિલાને ગાંધીનગર સિવિલના ડૉક્ટરે પશુની જેમ ઢસડી
ગાંધીનગર, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ગેટ પાસે રૂમાલ વેચવા માટે બેસતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં જાેરશોરથી વાયરલ થયો છે. જેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર મહિલાને ઢસેડીને ખેંચી રહ્યા છે. એવું જાેવા મળ્યું છે. જાેકે, આ વીડિયો ગત અઠવાડિયાનો હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ ડૉક્ટરે માર માર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
એક તરફ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે. એવામાં પાટનગર ગાંધીનગરમાંથી દયા આવી જાય એવો વીડિયો સામે આવ્યો છે. એક તબીબ તરીકે બેઠેલો વ્યક્તિ મહિલા પર હાથ ઉપાડે અને પશુની જેમ ખેંચી જાય એ કેટલી હદે યોગ્ય? ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે મહિલા પોતાનું પેટિયું રડવા બેસે છે. જે રૂમાલ વેચવાનું કામ કરે છે.
જ્યારે આ ઘટના સામે આવી ત્યારે લોકો આ અત્યાચાર રોકવાના બદલે મોબાઈલમાં વીડિયો ઊતારવામાં મસ્ત અને વ્યસ્ત હતા. જાેકે, મહિલાએ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. પણ આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. જેના કારણે મહિલાએ રોષ વ્યક્ત કર્યો છે.
વિગત એવી પણ મળી છે કે, આ ડૉક્ટર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ડ્યૂટી કરી રહ્યા છે. તેઓ દરરોજ આ ગેટમાંથી પસાર થઈ રહ્યા હતા. આ બહેનનું નામ ઝરીનાબેન સુભાન કટિયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ અદા કરતા ડૉક્ટરે એની સાથે અમાનવીય વર્તન કર્યું છે. મહિલાએ કહ્યું કે,સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે બેસીને હું રૂમાલ વેચું છું.
પતિનું અવસાન થયું છે અને સંતાન છે નહીં. શનિવારે જ્યારે તેઓ સિવિલ હોસ્પિટલના ગેટ પાસે બેઠા હતા ત્યારે ડૉક્ટર આવ્યા અને ગાળો ભાંડવા લાગ્યા હતા. ત્યાર બાદ એનો થેલો ઉપાડીને ફેંકી દીધો હતો. પણ મહિલાએ ડૉક્ટરનો થેલો પકડી લીધો હતો. જેને લઈને ડૉક્ટરે એને પાર્કિંગ સુધી ઢસેડી નાંખી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. પણ આ મામલે હજુ સુધી ડૉક્ટરની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
મહિલાની આંખ પાસે ઈજા થઈ છે અને માથા પણ વાગ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક તબીબ કક્ષાની વ્યક્તિ જાહેરમાં આ પ્રકારનો વ્યવહાર મહિલા સાથે કરે ત્યારે અનેક પાસાઓ પર પ્રશ્નો ઊભા થાય છે. આ ઘટનાની ચર્ચા સમગ્ર ગાંધીનગરમાં થઈ રહી છે.HS