રૂા.૩.ર૬ કરોડની ઠગાઈ કેસમાં ૩ આરોપીની આગોતરા જામીન અરજીમાં સુનાવણી પૂરી
(એજન્સી) અમદાવાદ, શહેરમાં શાકભાજીના હોલસેલ હબ મોલના સંચાલકો સાથે ભાગીદારી કરવાના નામે રૂા.૩.ર૬ કરોડની ઠગાઈ આચરવાના મામલે ઝેન એેગ્રીફૂડના સંચાલક રશ્મિન મોહનલાલ મજીઠીયા, ભુવનેશ્વર ચૈતન્યકુમાર ત્રિવેદી અને મિત્તલભાઈ પ્રમોદભાઈ વૈદ્યે પોલીસ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પૂરી થતાં ગ્રામ્ય કોર્ટે હુકમ અનામત રાજ્યો છે.
ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ કરતા ત્રણેય રફૂચક્કર થઈ ગયા હતા. હોલસેલ હબના સંચાલક પીનલભાઈ પ્રજાપતિએ જૈન એગ્રીફૂડના માલિક રશ્મિન મજીઠીયા અને ભૂવનેશ્વર ત્રિવેદી, મિત્તલ વૈદ્ય વિરૂધ્ધ ત્રણ કરોડની ઠગાઈ અને ધમકીની ફરીયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરી હતી. વસ્ત્રાપુર પોલીસે ધરપકડની કાર્યવાહી કરતા ત્રણેય આરોપીઓએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
જેમાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ફરીયાદીની કંપની હોલસેલ હબ ઉપર કબજાે કરી ઝેૈન એગ્રીફૂડ કંપનીના નામે ધંધો શરૂ કરી દીધો હતો. પીનલબેનના પતિના નામે વેપારીઓ પાસેથી માલ ખરીદી તેઓને પૈસા ચુકવ્યવા નહોતા. કુલ ૩.ર૬ કરોડની ઠગાઈ આચરી છે. આરોપીઓની તપાસ માટે પોલીસમાં હાજરી જરૂરી છે. જેથી ત્રણેય આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી જાેઈએ.