રૂ.૧૪.૮૦ લાખની લુંટનો માસ્ટર માઇન્ડ સહિત ત્રણ શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગર: થાનગઢમાં વર્ષ ૨૦૧૮માં વરમાધાર બોર્ડ પાસે રૂ.૧૪.૮૦ લાખની પૈસા ભરેલી થેલીની ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે જિલ્લામાં ચોરીના બનાવો અટકાવવા અને બનેલા ગુનાઓના આરોપી ઝડપી પાડવા પોલીસ વડાએ સુચન આપ્યુ હતુ. આથી એલસીબી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાતમીના આધારે સોનગઢ ગામની સીમમાંથી વરમાધાર બોર્ડ પાસે ચોરીના ગુનામાં ત્રણ શખ્સોને ઝબ્બે કર્યા હતા. જ્યારે વધુ તપાસ માટે થાન પોલીસને સોંપવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા લુંટ, ધાડ, વાહનચોરી, ધરફોઠ ચોરીના બનાવોને અટકાવવા અને બનેલા ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને એક્શન પ્લાન ઘડી ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ સુચન આપ્યા હતા. આથી સુરેન્દ્રનગર એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં થાનગઢ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન લુંટના ગુનાનો ફરાર શખ્સ થાન તાલુકાના સોનગઢ ગામે સાગરીતો સાથે હોવાનું ખુલ્યુ હતુ.
આથી એલસીબી ટીમે થાનના સોનગઢ ગામની ગેબીસીમમાં આવેલા રહેણાંક મકાનમાં તૈયારી સાથે દરોડો કર્યો હતો. જ્યાંથી શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા ઉ.૨૧ રહે. ગેબીવાળી ધારવાળી સીમમાં સોનગઢ, મહેશભાઇ નાથાભાઇ ઝાલા ઉ.૩૨ રહે વિજળીયા, વાઘાભાઇ મનસુખભાઇ કીહલા ઉ.૨૨ રહે.અમરાપરને પકડી પાડ્યા હતા. ત્રણેયની પુછપરછમાં પોતે ગુનો કર્યો નથી નું રટણ કરતા હતા પરંતુ કડક પુછ પરછમાં ત્રણેય ભાંગી પડ્યા હતા. વર્ષ ૨૦૧૮માં શીવાભાઇ ખમાણી, મહેશ ઝાલા, મુન્નાભાઇ ખમાણી , વાઘાભાઇ કીહલા, વિપુલ મકવાણા, વિક્રમ મકવાણા, શૈલેષ ગાંગડીયા સાથે મળી રેકી કરી રાણીપાટ ગામના ખીમાભાઇ રબારી થાનગઢ બેંકમાંથી દુધ મંડળીના હિસાબના રોકડા રૂપીયા ભરેલી થેલી લઇ રીક્ષામાં બેસી બેંકમાંથી નિકળતા પીછો કર્યો હતો.
વરમાધાર બોર્ડ પાસે નંબર પ્લેટ વગરની સફેદ કલરની કાર આંતરી તમંચો બતાવી તથા આંખમાં મરચાની ભુકી નાંખી રોકડા રૂ.૧૪,૮૦,૦૦૦ પ્લાસ્ટીકની થેલી લુંટ કરી ભાગી ગયા હતા. આ લુંટના પૈસા ભાગ પાડી લીધા હોવાનું કબુલાત કરી હતી .આથી ત્રણેય પાસે રહેલા ૪ મોબાઇલ કિંમત રૂ.૨૧ હજાર કબ્જે લઇ ત્રણેયને થાન પોલીસ સ્ટેશને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ તથા એલસીબી અને થાન પોલીસ સ્ટેશન ટીમ જાેડાઇ હતી.