રૂ.૨૩.૫૦ કરોડના ખર્ચે બની અત્યાધુનિક સુવિધાથી સજ્જ NHL ગર્લ્સ હોસ્ટેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એન.એચ.એલ કોલેજ સંલગ્ન ગર્લ્સ હોસ્ટેલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું.
એન.એચ.કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એસ.વી.પી હોસ્પિટલના સંકુલમાં અંદાજે રૂ.૨૩.૫૦ કરોડના ખર્ચે આ ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી છે. આ હોસ્ટેલ બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર અને ૯ માળ એમ કુલ ૧૧,૨૦૦ ચોરસ મીટર એરિયા ધરાવે છે.
આ હોસ્ટેલમાં ફર્સ્ટ ફ્લોર પર રીડીંગ રુમ, લાઈબ્રેરી, કિચન, રેક્ટર રુમ,વીઝીટર રુમ,ડાઈનિંગ રુમ, વેઈટિંગ એરિયા અને સ્ટોરેજની વ્યવસ્થા છે,જ્યારે બીજા ફ્લોરથી નવમાં ફ્લોર સુધી પ્રત્યેક ફ્લોર પર ૨૬ રુમ સાથે કુલ ૨૦૮ રુમની વ્યવસ્થા છે.
મુખ્યમંત્રીશ્રીએ હોસ્ટેલના લોકાર્પણ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે વસાવેલા હેન્ડપીક વેસ્ટ મશીન, રોડ સ્વીપીંગ મશીન અને ૧૦૧ સ્પોટ ટુ ડમ્પ ગાડીઓનું પણ ફ્લેગ ઓફ કર્યું.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિજલબહેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા ઉપરાંત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.