રૂ. ૮૦ કરોડથી વધુના ઈ- મેમોની દંડની વસુલાત બાકી
અમદાવાદ : શહેરમાં માર્ગો પર નિયમો નેવે મુકીને વાહન ચલાવતા ચાલકોને દંડવા માટે સીસીટીવી કેમેરા લગાવામા આવ્યા છે જેના પગલે વર્ષ ૨૦૧૫ થી હાલ સુધીમા એટલે કે પાચ વર્ષમાં ૪૭.૯૫ લાખથી વધુના ઈમેમો શહેરીજનો આપવામા આવ્યા છે જા કે ૩૪ લાખથી વધુ વાહન ચાલકોએ દંડ ન ભર્યો હોવાનું એક આરટીઆઈ માં જણાવવામા આવ્યુ છે.
પાંચ વર્ષમાં જનરેટ કરવામાં આવેલાં મેમોમા કુલ ૧૦૫ કરોડથી વધુ રકમનો દંડ વસુલવાનો હતો જા કે હાલ સુધીમાં ૮૦ કરોડથી વધુની દંડની રકમ વસુલવાની બાકી છે મોટાભાગના વાહનચાલકોને અકે કરતા વધુ મેમો મોકલવામાં આવ્યા છતાં તંત્ર દ્વારા નક્કર પગલા ભરવામાં ન આવતા શહેરીજનો દંડ ભરી રહ્યા નથી આશ્ચર્યજનક વાત એ છે કે એક લાખથી વધુને પાચથી વધુ વખત ઈમેમો ઈશ્યુ કરવામા આવ્યા છે ૧૫૦૦ થી વધુ લોકોને તેજ ગતિ માટે મેમો મોકલાય છે.