રૅપથી રહેલો ગર્ભ પીડિતાને આજીવન માનસિક યાતના આપી શકેઃહાઈકોર્ટ
(એજન્સી) અમદાવાદ, ૧૭ વર્ષની રૅપ પીડિતાના છ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટેની મંજુરી આપતા આદેશમાં હાઈકોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યુ છે કે રૅપ પીડિતાને ગર્ભના ગર્ભપાતની મંજુરી આપવામાં નહીં આવે તો રૅપથી રહેલો ગર્ભ પીડિતાને આજીવન માનસિક યાતના પીડા- આપી શકે છે. અને એ ઉપરાંત આવનાર બાળકને કારણે સામાજીક-આર્થિક મુસીબતોનો પણ સામનો કરવો પડી શકે છે.
હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ. પંચોલી સમક્ષ ૧૭ વર્ષની રૅપ પીડિતાના ગર્ભના ગર્ભપાતની મંજુરી માંગતો કેસ આવ્યો હતો. જેમાં કોર્ટે મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેજ્ઞન્સી (એમેન્ડેમેન્ટ) એક્ટ ર૦ર૧ની ધારા-૩ મુજબ અરજી ગ્રાહ્ય રાખી હતી. સાથે જ આદેશમાં નોધ્યુ હતુ કે ‘આરોપીએ પીડિતા પર રૅપ ગુજરતા તે સગર્ભા થઈ છે.
જાે આ ગર્ભને રહેવા દેવામાં આવે તો તેના લીધે પીડિતાનેે ભારે માનસિક અને શારીરિક ત્રાસ-યાતના થઈ શકે એમ છે. તે ઉપરાંત તેનેેે આજીવન યાતનાનો સામનો પણ કરવો પડી શકે છે. અને તેની સાથે સાથે તેને આર્થિક અને સામાજીક મુસીબતોનો પણ સામનો કરવો પડી શકે છે. જેને એક ગર્ભવતિ પીડિતાના માનસિક સ્વાસ્થ્ય ઉપર કુઠરાઘાત કહેવાય.
આ કસની હકીકત એવી છે કે પીડિતાનું આરોપી દ્વારા અપહરણ કરી ેલેવામાં આવ્યુ હતુ. અને ત્યારબાદ તેની સાથે રૅપ ગુજારવામા આવ્યો હતો. આ મામલે પીડિતાના પિતાએ વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો સહિતની ધારા હેઠળ એફઆઈઆર નોંધાવી હતી.
ત્યારબાદ પોલીસ દ્વારા પીડિતાને શોધી કાઢવામાં આવી હતી. જાે કે તેની તબીબી તપાસ કરતા તેને છ સપ્તાહ અને ત્રણ દિવસનો ગર્ભ રહ્યો હોવાનું સામે આવ્યુ હતુ.
એટલુ જ નહીં પણ પીડિતા માનસિક યાતનામાંથી પસાર થઈ રહી હોવાનું પણ સામે આવ્યુ છે. તેથી પીડિતા તરફથી એના પિતાએ ગર્ભપાત અંગે સંમતિ પત્રક પણ રજુ કર્યુ હતુ. તમામ સંજાેગો, તબીબી અહેવાલને ધ્યાનમાં રાખીને કોર્ટે પીડિતાના જીવનની રક્ષા અને તેના હિત માટે ગર્ભપાત કરાવવાની મંજુરી આપી હતી. એ ઉપરાંત કોર્ટે ભૃણની ડીએનએ તપાસ માટે ટીસ્યુનુૃં સેમ્પલ તપાસ અધિકારીને સોંપવાનો પણ હુકમ કર્યો હતો.