રેકડી-લારીવાળાને મોદી સરકાર ૧૦ હજાર રૂપિયાની મદદ કરશે
નવીદિલ્હી: રસ્તા પર રેકડી અને લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા અનેક લોકોને સરકારની લોન સ્કીમ શરૂ થતા મોટી સહાય થશે. તેનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. લોકડાઉનના કારણે જે લોકોને સૌથી મોટી આર્થિક મુશ્કેલીઓ પડી રહી હોય તો તે આ રસ્તા પર ઠેલો અને લારી લગાવનાર વ્યક્તિઓ છે. આ સ્કીમની મદદથી રેકડી અને લારી તથા નાની દુકાન ચલવનારને સસ્તા દરે લોન આપશે. સરકારે સ્ટ્રીટ વેન્ડરોની મદદ કરવા માટે આ સ્કીમ માટે ૫૦૦૦ કરોડ રૂપિયાની રાશિ રાખી છે. જે કોઇ કડક શરત નહીં હોય.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ તમે વધુમાં વધુ ૧૦ હજાર રૂપિયાની લોન મળશે. જે તમને નવો વેપાર શરૂ કરવામાં મદદ કરશે. સાથે જ તે તમને સરળ શરતો પર આપવામાં આવશે. આ એક રીતની અનસિક્યોર્ડ લોન છે. સાથે જ તમને વ્યાજમાં પણ ખાસ છૂટ આપવામાં આવશે. જેથી તમે દેવાની ચૂકવણી સરળતાથી કરી શકો. રસ્તા કિનારે, રેકડી, લારી, ઠેલા જેવી નાની દુકાનો ચલાવનારાને આ લોન આપવામાં આવશે.
શાક, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ શ્રેણીમાં જોડવામાં આવી છે. અને તેને ચલાવનાર પણ આ લોન લઇ શકે છે.સૌથી પહેલા આવેદન ભરનારે સ્કીમની અધિકારીક પર જવાનું રહેશે. તે પછી કાૅમ્પ્યૂટર સ્કીનની હોમ પેજ ખુલશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ એપ્લાય ફોર લોન નજરે પડશે. તેમાં ૩ સ્ટેપ છે તેને ધ્યાનથી વાંચો અને વ્યૂ મોર પર ક્લિક કરો. તમને અહીં તમામ નિયમો અને શરતો વાંચી શકશો. આ પેજ પર તમારે વ્યૂ/ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. પહેલા પોઇન્ટની નીચે બ્લુ રંગની હાઇલાઇટ છે. ત્યાં ક્લિક કરતા તમારી સામે સ્વનિધિ સ્કીમનું ફોર્મ ખુલશે. અને ફાઇલ પીડીએફ ફોર્મેટમાં હશે.