રેકોલ્ડ વોટર હીટરને પ્રતિષ્ઠિત “સુપરબ્રાન્ડ્સ 2019” એવોર્ડ મેળવ્યો
ભારતની સૌથી મોટી વોટર હીટિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર રાકોલ્ડે પ્રતિષ્ઠિત “સુપરબ્રાન્ડ્સ 2019” એવોર્ડ મેળવીને વધુ એક સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે. રેકોલ્ડ વોટર હિટિંગ કેટેગરીમાં એકમાત્ર બ્રાન્ડ છે, જેની પસંદગી વિસ્તૃત ઓનલાઇન કન્ઝ્યુમર વોટિંગ પ્રોસેસ પછી સુપરબ્રાન્ડ 2019 તરીકે થઈ છે.
સુપરબ્રાન્ડ્સમાં કોઈ પણ બ્રાન્ડ ઇન્વિટેશનથી જ સહભાગી થાય છે અને પોતાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બ્રાન્ડ ઓફર કરે છે. સુપરબ્રાન્ડ્સનો દરજ્જો મેળવવાથી બ્રાન્ડ્સની પોઝિશન મજબૂત થાય છે, પ્રતિષ્ઠિત અને વિશ્વાસુ ગ્રાહકો અને સપ્લાયર્સ ઉમેર છે, જેઓ એની કેટેગરીમાં બેસ્ટ બ્રાન્ડની ખરીદી કરે છે.
આ અંગે એરિસ્ટોન થર્મો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મોહિત નરુલાએ કહ્યું હતું કે,“ભારતની સુપરબ્રાન્ડ બનવું અને સતત ઉત્કૃષ્ટતા સાથે સૌથી વધુ સન્માનજનક એવોર્ડ મેળવવો અમારાં માટે ગર્વ અને આદરની વાત છે. આ અમારાં ગ્રાહકોને સતત શ્રેષ્ઠ ઉત્પાદનો પૂરાં પાડવાની ઊંડી કટિબદ્ધતાનો પુરાવો છે. આ સન્માનનો શ્રેય અમારી સંપૂર્ણ ટીમને જાય છે, જેનાં વિના અમે આ સફળતા હાંસલ ન કરી શક્યાં હોત.”
એરિસ્ટોન થર્મો ગ્રૂપનાં ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનાં માર્કેટિંગ અને ઇ-કોમર્સનાં વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રશાંત ધારે કહ્યું હતું કે, “આ પ્રતિષ્ઠિત ટાઇટલ મેળવવું નોંધપાત્ર સફળતા છે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોની ઊંડી સમજણ અને અમારી આંતરરાષ્ટ્રીય કુશળતા સાથે રેકોલ્ડ વોટર હીટિંગમાં ટેકનોલોજીમાં મોખરે છે. “સુપરબ્રાન્ડ્સ”નું ટાઇટલ અમારાં ગ્રાહકોને સતત નવીનતા લાવવા અને મૂલ્ય પ્રદાન કરવાની અમારી ક્ષમતાને વ્યક્ત કરે છે.”
સુપરબ્રાન્ડ્સ 86 દેશોમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે દરેક દેશમાં બેસ્ટ બ્રાન્ડ્સને ઓળખવા, દર્શાવવા અને બિરદાવવા માટે કટિબદ્ધ છે. આ ગ્રાહકની વિભાવનાઓ પર નિર્મિત સતત પ્રયાસોને ઓળખે છે, જે તેમને તેજીમંદીનાં આર્થિક સ્થિતિમાં વધારે મજબૂત બનાવે છે.